મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week18
દરેક ની મનપસંદ મમરા ની ચીક્કી નાના અને મોટા જોઈ ને મન થઈ જાય તેવી રીતે બનાવ્યા છે. મમરા ખાવા અને પચવામાં હલકાં હોવાથી બે- ત્રણ ખાઈ શકાય છે. ઠંડા વાતાવરણ માં ગોળ સાથે મમરા ખાવા ની મજા જ કંઇક અલગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 3 કપમમરા
  2. 1/2 કપ ગોળ
  3. 1/2 કપ ખાંડ
  4. 1 ચમચીઘી
  5. ચપટીઇલાયચી
  6. ચપટીએપલ ગ્રીન કલર
  7. ચપટીગ્લીટર
  8. 1 ચમચીસૂકું કોપરું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગેસ પર પેન મૂકી ધીમાં તાપે મમરા શેકી લો...બીજા વાસણમાં ફેરવી તે જ પેન માં ગોળ અને ઘી ઉમેરી પાયો કરવો...

  2. 2

    બાદ ખાંડ નાખી મિક્સ કરો..3-4 ચમચી પાણી ઉમેરી મિક્સ કરો. એક વાટકી માં ઠંડું પાણી લઈ તેમાં થોડાં ટીપાં મૂકી પાયો કડક ચેક કરી લીલા કલર માં 1 ચમચી પાણી નાખી તે ઉમેરી હલાવવું..

  3. 3

    ગેસ બંધ કરી શેકેલા મમરા નાખી હલાવવું અને ઇલાયચી નો ભૂકો નાખી મિક્સ કરો. સિલીકોન મોલ્ડ માં ફટાફટ મૂકો.

  4. 4

    ઉપર સૂકું કોપરું અને ગ્લીટર થી ગાર્નિશ કરી અનમોલ્ડ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes