મેથી ના મીકસ લોટ ના મૂઠીયા (Methi Mix Flour Muthiya Recipe In Gujarati)

Maithili Chintan Purohit
Maithili Chintan Purohit @cook_26622813
Jamnagar
શેર કરો

ઘટકો

40-45 મીનીટ
4 લોકો
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 1/2 વાટકીચણા નો લોટ
  3. 1/2 વાટકીબાજરા નો લોટ
  4. 1/2 વાટકીમકાઈ નો લોટ
  5. 1/2 વાટકીજુવાર નો લોટ
  6. 2 ચમચીમરચા ની ભુકકી
  7. 1 ચમચીહળદર
  8. 1/2હીંગ
  9. 1લીંબુ
  10. 3-4 ચમચીતેલ
  11. 1 ચમચીખાંડ
  12. મીઠું
  13. 1/2 ચમચીcooking soda
  14. 1વાટકો જીણી સમારેલી લીલી મેથી
  15. 2 ગ્લાસપાણી
  16. 2-3સુકા લાલ મરચા
  17. 5-6પાન મીઠો લીમડો
  18. 2 ચમચીતલ
  19. કોથમીર

રાંધવાની સૂચનાઓ

40-45 મીનીટ
  1. 1

    ઉપર મુજબ નો લોટ લઈ તેને બરાબર મીકસ કરો

  2. 2

    લીલી મેથી ને પાણી મા સરખી ધોઈ લો

  3. 3

    લોટ મા ઉપર મુજબ ના બધા મસાલા નાખી મીકસ કરો

  4. 4

    મીકસ કરી ને પછી મેથી નુ પાણી નીતારી મેથી નાખો.

  5. 5

    એક વાટકી મા ઉપર મુજબ નુ તેલ લઈ તેમા લીંબુ અને cooking soda નાખી ખાંડ નાખી મીકસ કરો.

  6. 6

    મીકસ કરેલા લોટ પર આ મીસરણ નાખો.

  7. 7

    પાણી નાખી પરોઠા કરતા થોડો નરમ લોટ બાંધો.

  8. 8

    કડાઈ મા પાણી preheat માટે મૂકો.

  9. 9

    બાંધેલા લોટ ના નાના રોલ વાળો.

  10. 10

    20-25 મીનીટ સ્ટીમ થવા દો.

  11. 11

    ચેક કરી લો.

  12. 12

    થોડા ઠંડા થાય એટલે નાના cut કરો.

  13. 13

    કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમા રાઈ જીરુ સુકા મરચા મીઠો લીમડો તલ નાખી વઘાર કરો.

  14. 14

    મુઠીયા નાખી વઘાર કરો.

  15. 15

    કોથમીર નાખી ગાનીૅસ કરો.

  16. 16

    આવી રીતે ઘઉં નો લોટ ને ચણા નો લોટ નાખી ને પણ બનાવી શકાય....આવી જ રીતે કોબી ના,ભાત ના, દુધી ના, પાલક ના વગેરે નાખી અલગ અલગ રીતે બનાવી શકાય..

  17. 17

    તૈયાર છે લીલી મેથી ના મીકસ લોટ ના મુઠીયા.

  18. 18

    ટમેટો સોસ લસણ ની ચટણી વગેરે સાથે ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maithili Chintan Purohit
પર
Jamnagar

Similar Recipes