વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati)

Thakar asha
Thakar asha @Ashucook_17613647

વેજ મસાલા ઢોસા સબ્જી (Veg.Masala Dosa Sabji Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. સમારેલુ કેપ્સીકમ મરચું
  2. ૧ વાટકીબાફેલા વટાણા
  3. બાફીને સમારેલા બટાકા
  4. સમારેલા કાંદા
  5. નાનુ સમારેલું ટામેટું
  6. ૫ ચમચીતેલ
  7. ૧ નાની ચમચીરાઈ
  8. ૧/૨ ચમચીહીંગ
  9. ૧ ચમચીઅડદ ની દાળ
  10. ૧ ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  11. ૧/૨ ચમચીહળદર
  12. પેકેટ મેગી મસાલો
  13. ૧/૨ ચમચીલાલ મરચું
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ગાર્નિશ કરવા માટે
  16. ૧/૨ વાટકીસમારેલી કોથમીર
  17. ૧/૨ વાટકીસમારેલુ લીલુ લસણ
  18. સર્વ કરવા માટે
  19. ઢોંસા
  20. સંભાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક કડાઈમાં તેલ મૂકો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અડદ ની દાળ આદુ મરચાં લસણની પેસ્ટ નાખો.

  3. 3

    પછી તેમાં કેપ્સિકમ મરચું અને કાંદા નાખી સાંતળો.

  4. 4

    કાંદા સતડાઈ જાય એટલે તેમાં ટામેટાં, હળદર, મીઠું, મેગી મસાલો અને લાલ મરચું નાખી મિક્સ કરી લો.

  5. 5

    પછી તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખી હલાવી થોડી વાર થવા દો.

  6. 6

    થઈ જાય એટલે તેમાં સમારેલું લીલું લસણ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

Similar Recipes