રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 લોકો માટે
  1. 200 ગ્રામઘઉંનો લોટ
  2. 1 ચપટીમીઠું
  3. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  4. 1 ચપટીબેકિંગ સોડા
  5. 1 ચમચીખાંડ
  6. 1 ચમચીતેલ
  7. 50 ગ્રામબટર
  8. 1 કપગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, લોટમાં બધી વસ્તુઓ ઉમેરી અને હુંફાળા પાણી વડે લોટ બાંધી લો.

  2. 2

    લોટ બંધાઈ જાય એટલે તેને 1 કલાક માટે રેસ્ટ આપી દો.

  3. 3

    કલાક બાદ લોટને ફરીવાર મસળી તેમાંથી લુવા બનાવી લેવા.

  4. 4

    લુવા બનાવી તેનામાંથી રોટી બનાવી ઉપર ધાણા ભાજી ભભરાવી વણી અને તેને હાથમાં લઈ પાછળ ના ભાગમાં પાણી લગાવી દેવું.

  5. 5

    લોઢી ગરમ થાય એટલે, રોટીના પાણી લગાડેલા ભાગને લોઢી પર પાથરી દો.

  6. 6

    હવે તેમાં બબલ થાય એટલે લોઢી ને ઉપાડીને આગળ વાળા ભાગને ગેસની આંચ પર સેકી લો.

  7. 7

    આગળ વાળો ભાગ બ્રાઉન થાય અને પાછળ વાળો ભાગ લોઢીથી અલગ થાય એટલે તેને નીચે ઉતારી તેના પર બટર લગાડવું.

  8. 8

    બટર લાગી જાય એટલે તૈયાર છે ગરમ ગરમ તંદૂરી રોટી!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes