ગાર્લિક નાન (Garlic Nan Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૧ કપ મેંદો(૧/૨ ઘઉં - ૧/૨ મેંદો પણ લઇ શકાય)
  2. ૨ ચમચી દહીં
  3. ૧/૨ ચમચી બેકિંગ પાઉડર
  4. ૧/૪ ચમચી બેકિંગ સોડા
  5. ૧/૨ ચમચી અજમો
  6. ૧/૨ ચમચી મીઠુ
  7. ૧/૨ ચમચી ખાંડ
  8. ૧ ચમચી તેલ(મોણ)
  9. કલોંજી,ઝીણા સમારેલા ધાણા,ચોપ કરેલુ લસણ- જરુર નુજબ
  10. બટર- ઉપર થી લગાવવા માટે
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    મેંદા મા બધી સામગી્ એડ કરી નરમ કણક તૈયાર કરવી.૫ મિનીટ બરાબર મસળવી જેથી ગ્લુટેન છુટુ પડે ને કણક સરસ નરમ,સુંવાળી બંને.૧ કલાક ઢાંકીને રેસ્ટ કરવા મુકવુ.૧ કલાક પછી ફરી ૨/૪ મિનીટ મસળી ને ગુલ્લા પાડવા.એકબાજુ લોખંડ ના તવા ને ગરમ કરવો.બીજી બાજુ ગુલ્લા માથી સુકા મેંદા ના અટામણ થી નાન વણવી.નાન ની ઉપર લસણ,ધાણા,કલોંજી ભભરાવી.હવે નાન ની પ્લેન સાઇડ પર પાણી લગાવી એ પાટીવાળા સાઇડ ને ગરમ તવા પર રાખવી.મીડીયમ ફ્લેમ પર નાન શેકવી.

  2. 2

    ૨/૪ મિનીટ પછી ઉપર બબલ્સ દેખા પછી તવા ને ડાયરેક્ટ ગેસ ની ફાસ્ટ ફ્લેમ પર ઊંધો રાખી નાન ને ઉપર ની બાજુએથી પણ શેકી લેવીસરસ ગુલાબી ભાત વાળી નાન શેકાય જાય પછી તવા પર થી લઇ બટર લગાવી સવઁ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes