થેપલા (Thepla Recipe in Gujarati)

Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
Thane
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2.5 કપઘઉંનો લોટ
  2. 1/2 કપપાલક
  3. 1/2 કપમેથી
  4. 2 ચમચીકોથમીર
  5. 2 ચમચીદહીં
  6. 3 ચમચીતેલ
  7. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીધાણાજીરુ
  10. 1 ચમચીતલ
  11. 1 ચમચીખાંડ
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ થેપલા બનાવવા માટે પાલક, મેથી અને કોથમીરને ઝીણી સમારી લેવી. ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો લોટ હળદર મીઠું ખાંડ ધાણાજીરું આદુ મરચાની પેસ્ટ અને તલ લેવા. હવે તેમાં સમારેલી પાલક, કોથમીર અને મેથી નાખવી. ત્યારબાદ તેમાં તેલ ઉમેરો.
    હવે જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધવો.

  2. 2

    હવે થોડું તેલ લઇ લોટને કુણવી લેવો. ત્યારબાદ તેમાંથી એકસરખા લુઆ કરવા.

  3. 3

    હવે તેમાંથી એક લુવો લેવો. એના પર કોરો લોટ છાંટી થેપલુ વણવુ. જરૂર પડે તો વચ્ચે કોરા લોટમાં રગદોળી ફરીથી વણવુ આ રીતે બધા થેપલા વણવા. હવે એક લોઢી ગરમ કરવા મૂકવી. તેના પર વણેલું થેપલું મુકો.

  4. 4

    જેટલું થોડું ચડી જાય પછી સાઇડ બદલી કરવી. હવે તેના પર તેલ નાખી થેપલુ બંને બાજુ ચોડવી આ રીતે બધા થેપલા તૈયાર કરવા. તૈયાર થયેલા થેપલાં ને સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruta Majithiya
Ruta Majithiya @Ruta_2886
પર
Thane
cooking is my hobby ...
વધુ વાંચો

Similar Recipes