ક્રીમ રોલ (Cream Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ક્રીમ રોલ બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો ત્યારબાદ એક કાથરોટમાં મેંદો લો અને તેમાં ૧ ચમચી તેલ,મીઠું નાખી અને બરાબર રીતે મિક્સ કરી લો.ત્યારબાદ થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લો અને આ લોટને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
- 2
૧૦ મિનિટ બાદ મેંદાને પ મિનિટ સુધી મસળો અને લૂઆે બનાવો. ત્યારબાદ પ્લેટફોર્મ ઉપર મેંદો છાંટી અને બરાબર રીતે વણી લો. અને તેની ઉપર અમુલ નું માખણ ચોપડી લો અને તેની ઉપર મેંદો છાંટો.
- 3
ત્યારબાદ બંને બાજુઅેથી વાળી લો અને તેની ઉપર માખણ લગાવો અને મેંદો છાંટો ત્યારબાદ પાછું એક બાજુથી વાળી લો અને તેની ઉપર માખણ લગાવો અને મેંદો છાંટો.
- 4
ત્યારબાદ બંને બાજુથી વાળી લો અને તેની ઉપર માખણ લગાવી અને મેંદો છાંટો અને ફરી એક બાજુથી વાળી લો ત્યારબાદ તેને ફોઇલપેપર માં રાખીને ૧/૨ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો
- 5
૧/૨ કલાક બાદ ફ્રીઝરમાંથી કાઢી ને ફરી એકવાર પ્લેટફોર્મ ઉપર બરાબર વણી લો ત્યારબાદ તેની ઉપર માખણ લગાવો અને મેંદો છાંટો અને બંને બાજુથી વાળી લો ત્યારબાદ તેની ઉપર માખણ લગાવી અને મેંદો છાંટી અને એક બાજુથી વાળી લો.
- 6
ત્યારબાદ તેની ઉપર માખણ લગાડી અને મેંદો છાંટો અને બંને બાજુથી વાળી લો ત્યારબાદ તેની ઉપર માખણ લગાવી અને મેંદો છાંટી લો અને એક બાજુએથી વાળી લો અને ફોઇલ પેપર માં મૂકી અને ફ્રીઝરમાં ૧/૨ કલાક માટે મૂકી દો. ૧/૨ કલાક બાદ ફરી પાછી આ જ રીતે પ્રક્રિયા કરી અને ફોઇલ પેપર માં રાખી અને ફ્રીઝરમાં મૂકી દો. ફરી પાછી ૧/૨ કલાક પછી ફ્રીઝરમાંથી કાઢી અને આ જ પ્રક્રિયા કરો.(કુલ ચાર વખત આ રીતે બટર લગાવી વણી અને ૧/૨ કલાક ફ્રીજમાં રાખીને પ્રક્રિયા કરવાની છે)
- 7
ચોથી વખત ફ્રીઝરમાંથી કાઢી અને પ્લેટફોર્મ ઉપર બરાબર મેંદો છાંટી અને વણી લો ત્યારબાદ વધારાની કિનારી કાઢી અને ચોરસ આકાર કરો ત્યારબાદ ૪ સરખા ભાગ કરો અને નાની-નાની પટ્ટી ની જેમ કાપો
- 8
ત્યારબાદ એલ્યુમિનિયમ મોલ્ડમાં મેંદો છાંટી લો અને ત્યારબાદ તેમાં એક પટ્ટી મૂકો અને ત્યારબાદ તેની ઉપર બીજી પટ્ટી મૂકો અને તેની ઉપર ત્રીજી પટ્ટી મૂકો અને ગોઠવી લો ત્યારબાદ એક કડાઈમાં મીઠું મૂકી અને તેની ઉપર કાંટો મૂકી ગેસ પર પાંચ મિનિટ ગરમ થવા દો અને એક ડિશમાં તેલ ચોપડી અને તૈયાર થયેલ બે એલ્યુમિનિયમ મોલ્ડને મૂકી અને કાંટા ઉપર મૂકી દો અને ઢાંકણું ઢાકી અને ૨૦ મિનિટ માટે ધીમા તાપે થવા દો
- 9
૨૦ મિનિટ બાદ તેને કાઢી લો અને આ રીતે વારાફરતી મોલ્ડમાં ગોઠવી અને ધીમા તાપે શેકી લો અને ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લો ત્યારબાદ એક તપેલીમાં વીપક્રીમ લઇ પ મિનિટ સુધી ચર્ન કરી લો.
- 10
ત્યાર બાદ તૈયાર થયેલ કોનમાં વીપ ક્રીમ ભરી અને ૪ કોન ઉપર ચોકલેટ સલી અને ૪ કોન ઉપર ચેરી મૂકો અને સર્વ કરો ને નાની માટલી માં કોન મૂકી અને આકર્ષિત બનાવો......
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્લુબેરી વીપ ક્રીમ પેનકેક (Blueberry Wipe Cream Pancake Recipe In Gujarati)
#GA4 # Week2# Blueberry PancakesPalna Motani
-
-
મેંગો ક્રીમ ડીલાઈટ (Mango Cream Delight Recipe in Gujarati)
#GA4#Week 22Post 3# ફ્રુટ ક્રીમખૂબ જ ટેસ્ટી લગે છે અને બનવા માં ઇઝી છે. Alpa Pandya -
-
-
-
-
-
-
-
ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
#GA4#Week5#SALAD#POST2 આ સલાડ એકદમ હેલ્ધી અને યમ્મી છે. આમતો આ સલાડ ને તમે ડેઝર્ટ તરીકે પણ સવૅ કરી શકો. તો જોઈ લઈએ કેવી રીતે બને?. Vandana Darji -
સ્ટ્રોબેરી ક્રીમ (Strawberry cream Recipe in Gujarati)
#Famશિયાળામાં સ્ટ્રોબેરી બહુ જ આવે તેથી વ્હીપ ક્રીમ જોડે ઈન્સ્ટન્ટ ડેઝર્ટ રેડી કરી શકાય. હું બાળકો માટે બનાવુ. Avani Suba -
રેડ& ગ્રીન બેલપીપર ક્રીમ સુપ (Bell pepper Cream Soup Recipe in Gujarati)
#GA4#Week20Dwirangi Soup#My Cookpad Recipe Ashlesha Vora -
-
-
-
-
-
-
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ