મીઠા ચીલા

Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041

#GA4
#Week22
અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા.

મીઠા ચીલા

#GA4
#Week22
અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પંદરથી વીસ મિનિટ
પાંચથી છ વ્યક્તિઓ માટે
  1. દોઢ ગ્લાસ પાણી
  2. ૧૦૦ ગ્રામ ગોળ
  3. ૫૦ ગ્રામ ખાંડ
  4. 2 વાટકીઘઉંનો લોટ
  5. ૧/૮ નાની ચમચી ખાવાનો સોડા
  6. ૧/૨ નાની ચમચીબેકિંગ પાઉડર
  7. ૨ મોટા ચમચાબેસન
  8. તવા પર છાંટવા માટે પાણી
  9. જરૂર પ્રમાણે તેલ અથવા ઘી

રાંધવાની સૂચનાઓ

પંદરથી વીસ મિનિટ
  1. 1

    સર્વપ્રથમ દોઢ ગ્લાસ પાણીને ગરમ થવા મૂકો.

  2. 2

    જ્યારે પાણી ઉકળવા માંડે તો તેમાં ગોળ અને ખાંડ નાખીને બરાબર ઓગળે ત્યાં સુધી હલાવો.

  3. 3

    પાણીને ઠંડુ કરી લો.

  4. 4

    હવે તેમાં બે વાટકી ઘઉંનો લોટ ઉમેરો. બઘી ગોટલી તોડીને હલાવો. જરૂર પડે તો હેન્ડ બ્લેન્ડર થી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમાં ખાવાનો સોડા,બેકિંગ પાઉડર અને બેસન નાખી બરાબર મિક્સ કરી લો. જરૂર પડે તો બ્લેન્ડર થી મિક્સ કરી લો.

  6. 6

    હવે એક નોન સ્ટિક તવો ગેસ ઉપર ધીમા તાપે મૂકો.

  7. 7

    તવો ગરમ થાય એટલે જરા પાણી છાંટીને નાનકડા કપડા વડે લુછી લ્યો.

  8. 8

    હવે તેમાં દોઢ ચમચા તૈયાર કરેલું ખીરું નાખી દ્યો. હવે વચ્ચેથી ચમચો ગોળ ગોળ ફેરવતા ફેરવતા એક સરસ મજાનો ચીલો બનાવી લ્યો.
    ઉપરનો પડ જરાક સુકાય એટલે તેલ નાખીને બંને તરફ ગુલાબી શેકી લો.

  9. 9

    તૈયાર છે સરસ મજાના મીઠા ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mumma's Kitchen
Mumma's Kitchen @cook_25413041
પર

ટિપ્પણીઓ (4)

Dr. Upama Chhaya
Dr. Upama Chhaya @DrUpamaChhaya
નવા ચીલા પાડવા માં સમાન રસ ધરાવતું આઇ ડી! 😇🙏💐

Similar Recipes