પનીર મિક્સ દાલ ચીલા (paneer Mix Dal Chila Recipe in Gujarati)

Binita Makwana
Binita Makwana @Binita_18
Gujarat

પનીર મિક્સ દાલ ચીલા (paneer Mix Dal Chila Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1વાટકો ચોખા
  2. 4-5 મોટી ચમચીચણા દાળ
  3. 2 મોટી ચમચીતુવર દાળ
  4. 1 મોટી ચમચીઅડદ દાળ
  5. 2 મોટી ચમચીમગ ની ફોતરવગર ની દાળ
  6. 2 મોટી ચમચીમગ ની ફોતરાવાલી દાળ
  7. 100 ગ્રામપનીર
  8. 3કેપ્સિકમ
  9. 2-3ડુંગળી
  10. 1નાનો વાટકો મક્કાઇ ના દાણા
  11. 1ટામેટુ
  12. 1ગાજર
  13. 1 ચમચીજીરું
  14. હળદર
  15. મીઠું
  16. 1012 કડી લીલું લસણ
  17. 1નાનો ટુકડો આદુ
  18. 2તીખા મરચા
  19. પાણી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    1 તપેલી માં ચોખા અને બધી દાળ મિક્સ કરી 2 વાર પાણી થી ધોઈ ને પછી પાણી નાખી 4 થી 5 કલાક પલાડવું.

  2. 2

    જ્યારે કરવું હોય તેની 1/2 કલાક પહેલા મિક્સિ જાર માં દાળ અને ચોખા નાખી તેમાં આદુ,મરચાં નાખી ક્રશ કરવું.

  3. 3

    હવે 1 થાળી માં કેપ્સિકમ, ડુંગળી,ટામેટાં,ગાજર ને નાનાં કટ કરવા.મકાઈ ને કુકર માં 2 વિશલ થી બાફી લેવું.ને દાણા કાઢી લેવા.લીલું લસણ ક્રશ કરવું.

  4. 4

    ચીલા નો મસાલો બનાવવા માટે ગેસ પર 1 કઢાઈ માં 1 થી 2 ચમચી તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતળી જાય ત્યાર બાદ લીલું લસણ નાખી સાંતળવું પછી તેમાં કેપ્સિકમ-ડુંગળી,ગાજર નાખી હલાવું. થોડું ચઢે પછી તેમાં મક્કાઈ ના દાણા અને ટામેટું નાખી હલાવું.તેમાં મીઠુ, મરચુ,હળદર,ગરમ મસાલો નાખી બરાબર મિક્ષ કરવું.છેલ્લે પનીર નાખી 3 થી 4 મિનિટ રાખી ગેસ બંદ કરવો.

  5. 5

    ખીરા માં મીઠું અને હળદર નાખી બરાબર મિક્ષ કરવું.

  6. 6

    ગેસ પર ઢોંસા ની તવી મૂકી ગરમ થાય પછી પાણી વડે સાફ કરવી. થોડું તેલ લગાવી ખીરૂ પાથરવું.ચીલા ની કિનારા પર થોડું તેલ લગાવી ચીલા ને પલટાવો.

  7. 7

    ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી.થોડું શેકય પછી મસાલો વચ્ચે લગાડી ચીલા ને ગોળ વાળી લેવો.

  8. 8

    ગરમાં ગરમ પનીર મિક્સ દાળ ચીલા તૈયાર છે.મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Binita Makwana
Binita Makwana @Binita_18
પર
Gujarat
👩‍🍳💁🍱🍽️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes