તંદુરી પનીર પીઝા (Tandoori Paneer Pizza Recipe in Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
શેર કરો

ઘટકો

અડધી કલાક
3 લોકો
  1. 3પીઝા ના રોટલા
  2. ૧ કપપીઝા સોસ
  3. ૧/૨ કપલાલ કેપ્સિકમ
  4. ૧/૨ કપપીળા કેપ્સિકમ
  5. ૧/૨ કપલીલા કેપ્સિકમ
  6. ૧/૨ કપડુંગળી
  7. ૧ કપપનીર ના નાના ટુકડા
  8. ૪૦૦ ગ્રામ મોઝરેલાં ચીઝ
  9. ૨ ચમચીમિક્ષ હર્બસ
  10. ૨ ચમચીચિલી ફ્લેક્સ
  11. ૧/૨ કપદહીં
  12. ૧ ચમચીમીઠું
  13. ૧ ચમચીકાશમીરી લાલ મરચું પાઉડર
  14. ૧/૪ ચમચીહળદર
  15. ૧/૨ ચમચીખાંડ
  16. ૧ ચમચીધાણાજીરું
  17. ૧ ચમચીબેસન
  18. ઓલિવ ઓઇલ
  19. ૧ ચમચીકસૂરી મેથી

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી લઈશું.

  2. 2

    આપણે એક બાઉલમાં દહીં લેશું અને તેમાં મીઠું,લાલ મરચુ,હળદર,ધાણાજીરું,બેસન,તેલ બધુજ ઉમેરી મિક્સ કરી લઈશું.

  3. 3

    હવે તેમાં બધા કાપેલા શાકભાજી અને પનીર અને કસૂરી મેથી નાખી મિક્સ કરીશું.

  4. 4

    હવે એક પેન માં તેલ મૂકી અને તેમાં દહીં માં મિક્સ કરેલ વસ્તુ થોડી વાર સેકી લઈશું.

  5. 5

    હવે પણ માં તેલ લેશું અને પીઝા બેસ એક બાજુ સેકી લઈશું.અને પછી ફેરવી લઈશું.

  6. 6

    હવે તેમાં પીઝા સોસ લગાવીશું પછી તંદુરી પનીર તૈયાર કરેલ નાખીશું.પછી ચીઝ અને મિક્સ હર્બસ,ચિલી ફ્લેક્સ નાખીશું.

  7. 7

    ૧૦ મિનિટ ધીમી આંચ પર બનવા દેશું.ને અપણા તંદુરી પનીર પીઝા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes