તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD

તંદુરી ચીલા સેન્ડવીચ (Tandoori Chila Sandwich Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિન્ગ
  1. મેરીનેશન માટે :-
  2. 1 કપઘટ્ટ દહીં
  3. 2 ટેબલ સ્પૂનશેકેલો ચણા નો લોટ
  4. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  5. 1 ટેબલ સ્પૂનઓલીવ ઓઇલ
  6. 1 ટી સ્પૂનઅજમો
  7. 1 ટી સ્પૂનસંચર પાઉડર
  8. 1 ટી સ્પૂનચાટ મસાલો
  9. 2 ટી સ્પૂનશેકેલો જીરા પાઉડર
  10. 1 ટી સ્પૂનમરી પાઉડર
  11. 1 ટી સ્પૂનહળદર
  12. 1+1/2 ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું પાઉડર
  13. 1/2 ટેબલ સ્પૂનપંજાબી મસાલો
  14. 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ચીલા માટે :-
  17. 1/2 કપચણા નો લોટ
  18. 1/2 ટેબલ સ્પૂનતેલ
  19. 2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  20. 1/2 ટી સ્પૂનહળદર
  21. 1/2 ટી સ્પૂનહિંગ
  22. 1/4 ટી સ્પૂનખાવા નો સોડા
  23. મીઠું સ્વાદાનુસાર
  24. સ્ટફિન્ગ માટે :-
  25. 1 કપમિક્સ વેજીટેબલ (કોબી, કેપ્સિકમ, ટામેટાં ( બી કાઢેલા), ગાજર
  26. 100 ગ્રામપનીર નાં નાના પીસ
  27. 1/2 કપઅમુલ પ્રોસેસ ચીઝ
  28. 1/2 કપઅમુલ મોઝરેલા ચીઝ
  29. 2 ટી સ્પૂનઓરેગાનો
  30. 2 ટી સ્પૂનચીલી ફ્લેક્ષ
  31. મીઠું સ્વાદાનુસાર
  32. 4 નંગસેન્ડવીચ બ્રેડ
  33. અમુલ બટર શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સહુ પ્રથમ મેરીનેટ તૈયાર કરવા દહીં માં ચણા લોટ, ઓલીવ ઓઇલ, સંચર, અજમો, જીરું પાઉડર, મરચું, હળદર, મરી, આદુ મરચા પેસ્ટ, ચાટ મસાલો, પંજાબી મસાલો અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો અને તૈયાર કરેલું મેરીનેશન 30 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખો

  2. 2

    હવે બીજા વાસણમાં ચણા લોટ, આદુ મરચાની પેસ્ટ, હિંગ, હળદર, સોડા, મીઠું અને પાણી ઉમેરી ઢીલું ખીરું તૈયાર કરો... હવે ખીરા માં તૈયાર મેરીનેશનમાં થી 1/2 મેરીનેશન ઉમેરી દો અને બરાબર મિક્સ કરો... આ થયું ચિલ્લાનું ખીરું તૈયાર.

  3. 3

    હવે સ્ટફિન્ગ માટે વેજિટેબલમાં બેવ ચીઝ, પનીર, મીઠું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી ને સ્ટફિન્ગ તૈયાર કરો

  4. 4

    હવે બ્રેડ ને ચીલા નાં ખીરા માં બોળી અને નોનસ્ટિક લોઢી માં અમુલ બટર મૂકી અને શેકો.. એક સાઈડ શેકાઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી તેની ઉપર તૈયાર કરેલું મેરીનેશન લગાવી દો

  5. 5

    હવે મેરીનેશન ની ઉપર વેજિટેબલ નું સ્ટફિન્ગ લગાવો અને ચાટ મસાલો છાંટી બ્રેડ ની બીજી સાઈડ ઉપર વાળી લો અને બેવ સાઈડ બટર મૂકી ધીમા તાપ પર શેકી લો..

  6. 6

    હવે તૈયાર ચીલા સેન્ડવીચ ને ચટણી અને સોસ જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes