ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

#MA
મારા મમ્મીના હાથે અંગુર રબડી બહુ જ ફાઈન બને છે મારા mom જેવી તો ન બને મારાથી અંગુર રબડી પણ મે ટ્રાય કરી અંગુર રબડી ખરેખર સરસ બની .. મા તે મા બીજા બધા વગડાના વા

ફરાળી અંગુર રબડી (Farali Angoor Rabdi Recipe In Gujarati)

#MA
મારા મમ્મીના હાથે અંગુર રબડી બહુ જ ફાઈન બને છે મારા mom જેવી તો ન બને મારાથી અંગુર રબડી પણ મે ટ્રાય કરી અંગુર રબડી ખરેખર સરસ બની .. મા તે મા બીજા બધા વગડાના વા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
2 સર્વિંગ
  1. 500 મી.લી .દૂધ
  2. 1 કપખાંડ
  3. ૧ કપપાણી
  4. 4 નંગઈલાયચી
  5. 5 નંગબદામ
  6. 5 નંગકાજુ
  7. 5 નંગપીસ્તા
  8. 1 ટેબલ સ્પૂનદહીં
  9. 1/2 ટેબલસ્પૂન આરા લોટ
  10. સ્વાદ અનુસારકેસર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક પ્લેટમાં બધી વસ્તુ રેડી કરો

  2. 2

    પનીર બનાવવા માટે 500 એમએલ દૂધ ગરમ કરવા દૂધ નો ઉભરો આવે એટલે ગેસ ઓફ કરી દેવો હવે તેમાં એક ચમચી દહીં નાખી અને ચમચીથી હલાવતા રહેવું દૂધમાંથી પનીર છૂટું પડી જશે હવે તેને કપડામાં ગાળી લેવું હવે તેમાં ઠંડું પાણી એડ કરી હવે તેના ઉપર વજન મૂકી પાણી નીતરી જાય ત્યાં સુધી રહેવા દેવું

  3. 3

    હવે અંગુર બનાવવા માટે એક પ્લેટમાં પનીર લેવું 1/2 ટેબલ સ્પૂન આરા લોટ એડ કરી હથેળી વડે મસળી લેવું હવે બરાબર મિક્સ થઈ જાય એટલે નાના નાના અંગુર વાડી લેવા

  4. 4

    એક તપેલીમાં એક કપ ખાંડ અને એક કપ પાણી ગેસ પર બરાબર ઉકળવા દેવું હવે તૈયાર કરેલા અંગુર ને તેમાં એડ કરવા પાંચ મિનિટ ઊકળવા દેવું અને નીચે ઉતારી લેવું અંગુર ને ચારણી માં નીતારી લેવા

  5. 5

    હવે રબડી બનાવવા માટે 500 મી.લી. દૂધને ગરમ થવા મૂકો તેમાં 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરો રબડી જેવું ઘટ થાય ત્યાં સુધી ઉકાળી લેવું

  6. 6

    હવે કાજુ બદામ અને પીસ્તા ની કતરણ કરી લેવી હવે તૈયાર કરેલી રબડી માં અંગુર એડ કરવા હવે તેના ઉપર ઈલાયચી પાઉડર કાજુ બદામ અને પીસ્તા ની કતરણ અને કેસર એડ કરો તૈયાર છે ફરાળી અંગુર રબડી

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes