ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
સુરેન્દ્રનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદાનો લોટ
  2. 1/2 કપદહીં
  3. 1/4 કપઓઇલ
  4. 1 કપખાંડનું બુરૂ
  5. 3/2દૂધ
  6. 1 ચમચીમીઠું
  7. 2 વાટકીમલાઈ
  8. 1 વાટકીખાંડનું બુરૂ
  9. કોકો પાઉડર એક પેકેટ
  10. 1પેકેટ ઇનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં મેંદો કોકો પાઉડર ખાંડ અને ઈનો ચાળી લેવા એક બાઉલમાં આ બઘી વસ્તુ નાખીને તેમાં દહીં અને ઓઈલ ઉમેરી ખૂબ હલાવો પછી થોડું થોડું દૂધ ઉમેરતા જાઓ અને એકદમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો પછી તેમાં ઇનો નાખીને ખૂબ જ હલાવવું.

  2. 2

    કૂકર માં ૧ વાટકો મીઠુ ઉમેરી કુકરની રીંગ અને સીટી કાઢીને 15 મિનિટ સુધી પ્રી હિટ કરવા મૂકો

  3. 3

    પછી બટર થી ગ્રીસ કરેલા મોલ્ડ માં કેક નું મિશ્રણ ઉમેરી બે ત્રણ વખત ટેપ કરી કૂકર ના કાંઠલા પર મૂકી દો અને ઢાંકી દઇ ધીમા તાપે એક કલાક માટે બેક થવા દો.. પછી કેક ને ફ્રીઝરમાં એક કલાક માટે ઠંડી થવા મૂકવી

  4. 4

    એક બાઉલ માં મલાઈ લઈ તેને બિટર થી બીટ કરી લો. 20 મિનિટ સુધી સતત બીટ કરતા રહો.

  5. 5

    ત્યારબાદ તેમાં ત્રણ ચાર ચમચી ખાંડનું બૂરું ઉમેરતા જાવ અને બિટર થી બીટ કરતા જાવ તેમાં ધીમે ધીમે ખાંડનું બૂરું એડ કરતા જાઓ ૧૦થી ૧૫ મિનિટ સુધી સતત હલાવતા રહેવું અને એક સરસ મજાનું ક્રિમિલેયર તૈયાર થઈ જશે.

  6. 6

    હવે કેક અને ક્રીમ તૈયાર થઇ ગયા બાદ કેક બહાર કાઢી ઠંડી થઇ જાય એટલે કેક પર મનગમતું આઇસિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Twinkal Kishor Chavda
Twinkal Kishor Chavda @cook_26816791
પર
સુરેન્દ્રનગર

ટિપ્પણીઓ

Similar Recipes