બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.
# ટ્રેન્ડીંગ રેશિપી
#બટાકા વડા

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

શાકભાજીમાં બટાકા એ લગભગ સૌને ભાવતું શાક છે. નાના બાળકોને તો આ શાક લગભગ ભાવતું જ હોય છે. બટાકા માંથી ઘણી બધી વાનગીઓ બનાવવામાં આવે છે. એમાંય મહેમાન આવવાના હોય કે ઘરે મિષ્ટાન બનાવ્યું હોય ત્યારે અથવા સાંજના સમયે જમવામાં પણ બનાવાય છે.આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે.
# ટ્રેન્ડીંગ રેશિપી
#બટાકા વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-50 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા
  2. 3-4 ચમચીવાટેલા આદું-મરચાંની પેસ્ટ
  3. 2 ચમચીગરમ મસાલો
  4. સ્વાદમુજબ મીઠું
  5. ચપટીહીંગ
  6. 6-7મીઠા લીમડાના પાન (ઝીણા સમારેલા)
  7. 2 ચમચીદળેલી ખાંડ
  8. દોઢ લીંબુનો રસ
  9. પા કપ ઝીણી સમારેલી કોથમીર
  10. 💐 ખીરા માટે 💐
  11. 1/2વાડકી ચણાનો લોટ
  12. 2 ચમચીચોખાનો લોટ
  13. સ્વાદમુજબ મીઠું
  14. ચપટીહળદર
  15. ચપટીખાવાનો સોડા
  16. પોણી વાટકી જેટલું પાણી
  17. વડા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40-50 મિનિટ
  1. 1

    બટાટાને ધોઈ કટકા કરી થોડું મીઠું નાંખી કૂકરમાં બાફી લો. ઠંડા પડે એટલે એની છાલ ઉતારી લો.

  2. 2

    બટાકા એકદમ ઠંડા પડે પછી સ્મેશરની મદદથી અથવા હાથથી દબાવીને છૂંદો કરી એનો માવો બનાવી લો.

  3. 3

    હવે આ માવામાં મીઠું, આદું-મરચાં,ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ,લીમડો, હીંગ તથા કોથમીર નાંખી હલાવી લો.

  4. 4

    હવે આ મિશ્રણના મિડીયમ સાઈઝના ગોળા વાળો.હવે થોડીવાર માટે આ ગોળાને બાજુ પર રાખી ખીરું બનાવી લઈએ.

  5. 5

    એક વાસણમાં લોટ,મીઠું, હળદર, સોડા તથા પાણી ઉમેરી ખીરું તૈયાર કરવું.

  6. 6

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થાય એટલે વાળેલા ગોળાને ખીરામાં બોળીને તળી લો.

  7. 7

    તૈયાર થયેલા આ બટાકા વડાનેપીરસી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes