મોગલાઈ કોબીજ ફ્લાવર (Moghlai Cabbage Cauliflower Recipe In Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

મોગલાઈ કોબીજ ફ્લાવર (Moghlai Cabbage Cauliflower Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
2 થી 3 વ્યક્તિ
  1. 250 ગ્રામકોબીજ
  2. 250 ગ્રામફ્લાવર
  3. 150 ગ્રામવટાણા
  4. 6કળી લસણ
  5. 2ડુંગળી
  6. 250 ગ્રામટામેટા
  7. 2 ટેબલ સ્પૂનઘી
  8. 2 ટેબલ સ્પૂનતેલ
  9. ચપટીહિંગ
  10. 1/2 ટી સ્પૂનહળદર
  11. 2 ટેબલ સ્પૂનખાંડ
  12. મીઠું પ્રમાણ સર
  13. વટવા નો મસાલો
  14. 2 ટેબલ સ્પૂનસુકા ધાણા
  15. 1 ટેબલ સ્પૂનજીરું
  16. 8દાણા મરી
  17. 2 ટુકડાતજ
  18. 5લવિંગ
  19. 1/4 કપકાજુ અથવા માગજતરી ના બી
  20. 1 ટી સ્પૂનતલ
  21. 1નાનો ટુકડો આદુ
  22. 5-6ઈલાયચી
  23. 5-6લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઉપર નો વટવા નો બધો મસાલો મિક્ષી જાર માં લઇ ક્રશ કરી લેવો.

  2. 2

    કોબીજ અને ફ્લાવર ને મોટા ટુકડા માં સુધારી લેવા.

  3. 3

    ખુલ્લા પાણી માં મીઠું, ચપટી સોડા,અને 4 ટી સ્પૂન ખાંડ નાખી સમારેલા કોબીજ ફ્લાવર અને વટાણા બાફવા.

  4. 4

    લસણ,ડુંગળી ની પેસ્ટ બનાવવી. ટામેટા ને બાફી છાલ કાઢી પલ્પ તૈયાર કરવો.

  5. 5

    એક વાસણ માં વઘાર માં ઘી,તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ, હળદર, લસણ અને ડુંગળી ની પેસ્ટ સાંતળવી.

  6. 6

    તેમાં વાટેલો મસાલો નાખવો. મસાલો સંતાળાઈ જાય એટલે ટામેટા નો પલ્પ નાખવો. મીઠું અને ખાંડ નાખવા. તીખું વધારે જોવે તો લાલ મરચું નાખવું.

  7. 7

    ત્યારબાદ તેમાં બાફેલા કોબીજ ફ્લાવર અને વટાણા નાખવા અને થોડી વાર ચઢવા દેવું.

  8. 8

    ત્યારબાદ શાક ને ગરમ રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

Similar Recipes