કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#WD
#cookpadindia
#cookpadgujrati
Happy woman's day..♥
કાઠીયાવાડી ઊંધિયું
આજની મારી રેસિપી હું Ekta rangam modi ma'm.. ને dedicate કરું છું. એમની મદદ થી મે cookpad જોઈન કર્યું. મને મુંઝવતા દરેક સવાલ ના જવાબ તેમની પાસે થી મને મળી રહે.Ekta ma'm આભાર..cookpad ના એડમીન Disha ma'm..poonam ma'm.નો પણ દિલ થી આભાર..એ પણ મારાં માટે પ્રેરણારૂપ છે.cookpad પરિવાર ના ઘણા બધા હોમસેફસ પ્રેરણારૂપ છે

કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)

#WD
#cookpadindia
#cookpadgujrati
Happy woman's day..♥
કાઠીયાવાડી ઊંધિયું
આજની મારી રેસિપી હું Ekta rangam modi ma'm.. ને dedicate કરું છું. એમની મદદ થી મે cookpad જોઈન કર્યું. મને મુંઝવતા દરેક સવાલ ના જવાબ તેમની પાસે થી મને મળી રહે.Ekta ma'm આભાર..cookpad ના એડમીન Disha ma'm..poonam ma'm.નો પણ દિલ થી આભાર..એ પણ મારાં માટે પ્રેરણારૂપ છે.cookpad પરિવાર ના ઘણા બધા હોમસેફસ પ્રેરણારૂપ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 નંગસમારેલું બટાકુ
  2. 1 નંગસમારેલું રીંગણ
  3. 1નંગસમારેલું કાચું કેળું
  4. 4 નંગટીંડોરા
  5. 6 નંગમેથી ના મુઠીયા
  6. 1 કપસમારેલું સુરણ
  7. 1 કપફોલેલા વટાણા
  8. 1 કપફોલેલી તુવેર
  9. 1 કપફોલેલી વાલોળ
  10. 1 કપસમારેલું ફ્લાવર
  11. 1 કપસમારેલી કોબી
  12. 1 કપસમારેલો ગુવાર
  13. 2 નંગસમારેલા ટામેટાં
  14. 2 વાટકીતેલ
  15. 1 સ્પૂનઆદુ પેસ્ટ
  16. 1 સ્પૂનલીલા મરચાં પેસ્ટ
  17. 1 સ્પૂનલસણ પેસ્ટ
  18. 1 સ્પૂનહિંગ
  19. 3 સ્પૂનલાલ મરચાં પાઉડર
  20. 1/2હળદર
  21. 2 સ્પૂનધાણાજીરું
  22. 2 સ્પૂનગરમમસાલો
  23. 2/1 સ્પૂનમીઠું
  24. 2 નંગસૂકા મરચાં
  25. 2તમાલપત્ર
  26. 2 નંગલવિંગ
  27. 1તજ નો ટુકડો
  28. 2 સ્પૂનકોથમીર
  29. 3 નંગડ્રાયફ્રુટ કાજુ
  30. 1 સ્પૂનકોથમીર (ગાર્નીસ માટે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા બધા શાકભાજી મિક્સ કરી પાણી થી ધોઈ ને સાફ કરી ચારણી માં નિતારી લો. (બધા શાકભાજી સમારીને લેશો તો ઓછા ટાઈમ માં બની જશે.)અને મુઠીયા તૈયાર કરી ને રાખી લો. (મે આગળ મેથી ની ભાજી ના મુઠીયા કેમ બનાવાય તેની રેસિપી શેર કરી છે.)

  2. 2

    હવે ગેસ ચાલુ કરી કુકર માં તેલ મૂકી હિંગ, આદુ, લસણ, લીલા મરચાંની પેસ્ટ, તજ - લવિંગ,સૂકા મરચાં, તમાલપત્ર, અને લાલ મરચાં પાઉડર નાખી વઘાર કરો. અને 2 મિનિટ તેલ માં સાંતળી લો. બધા શાકભાજી ઉમેરી લો.

  3. 3

    હવે કુકર માં શાકભાજી મિક્સ કરી 5 મિનિટ માટે ઢાંકણું ઢાંકી દો. અને ચડવા દો.થોડીવાર પછી ટામેટાં,મેથી ના મુઠીયા, અને ગરમ મસાલો ઉમેરી કુકર મા 1/2 ગ્લાસ પાણી ઉમેરી 4 થી 5 સિટી વગાડી લો.

  4. 4

    તૈયાર છે આપણું મસાલેદાર ગરમા - ગરમ ઊંધિયું..કાજુ અને કોથમીર થી ગાર્નીસ કરી પૂરી અથવા પરાઠા સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes