સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૩ નંગસરગવાની શીંગ
  2. ૨ નંગબટાકા
  3. ૧ નંગટામેટું
  4. ૩ ટી સ્પૂનતેલ
  5. ૧ ટી સ્પૂનરાઈ
  6. ૧ ટી સ્પૂનજીરું
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું
  9. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  10. ૨ ટી સ્પૂનઆદુ, મરચાં અને લસણ ની પેસ્ટ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૧ કપપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફોટો માં બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી લો બટાકા અને સરગવાની સિંગને બરાબર કટ કરી લો. હવે કુકરમાં તેલ મૂકીને તેમાં રહી અને જીરું નાંખો.

  2. 2

    રાઇ અને જીરું થઈ જાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો. હવે તેમાં સમારેલા બટાકા ઉમેરો. પછી તેમાં હળદર, મરચું,મીઠું, ગરમ મસાલો ઉમેરો.

  3. 3

    હવે બધું બરાબર હલાવીને તેમાં સરગવાની શીંગ ઉમેરો. પછી તેમાં સમારેલું ટામેટું ઉમેરો. હવે બધું બરાબર હલાવી દો અને તેમાં ૧ કપ જેટલું પાણી ઉમેરો. હવે થોડું ઉકળે એટલે કુકર નું ઢાંકણ બંધ કરી બે સીટી થવા દો.

  4. 4

    તૈયાર છે તમારું બટાકા અને સરગવાની શીંગ નું શાક. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે અને તમે તેને રોટલા અને ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Brahmbhatt
Hiral Brahmbhatt @hiralbrahmbhatt
પર

Similar Recipes