ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

#WD
Happy women's day to all cookpad member and all admin.
અત્યારે વુમન ડે સ્પેશિયલ ચાલી રહ્યું છે તો તે નિમિત્તે કુછ મીઠા હો જાયે.
નયના નાયક ની રેસિપી જોઈને થોડા ફેરફાર સાથે ગુલાબ જાંબુ બનાવ્યા. સરસ બન્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
૬ વ્યક્તિ માટે
  1. ૫૦૦ ગ્રામ ગુલાબ જાંબુ નો માવો
  2. 2 ચમચીમેંદો
  3. 1/2 કપ દૂધ
  4. તળવા માટે ઘી
  5. ૭૫૦ ગ્રામ ખાંડ
  6. ખાંડ ડૂબે એટલું પાણી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં માવો અને મેંદા ને મિક્સ કરીને મસળી લો. હવે જરૂર મુજબ દૂધ ઉમેરી તેને મસળીને નાના નાના ગોળા વાળી લો.

  2. 2

    હવે કડાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઇ જાય એટલે ગુલાબ જાંબુ ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    હવે એક તપેલીમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરો ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ થવા દો. અને એકતારી ચાસણી થવા આવે ત્યાં સુધી ગરમ કરો. હવે તળેલા ગુલાબ ને ચાસણીમાં નાખી દો. ચાસણી ગરમ હોય ત્યારે ગુલાબજાંબુને ઠંડા કરીને ઉમેરો ચાસણી ઠંડી હોય તો ગુલાબ જાંબુ અને ગરમ ગરમ જ ચાસણી ઉમેરી દો. ઠંડા થાય એટલે તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes