દાણાં મુઠીયાનું શાક

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

દાણાં મુઠીયાનું શાક

6 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧૦૦ ગ્રામ - લીલાં ચણા
  2. ૧૦૦ ગ્રામ - તુવેરના લીલવા
  3. ૧૦૦ ગ્રામ - વટાણા
  4. ૨૫૦ ગ્રામ - નાના રીંગણા
  5. ૧૦૦ ગ્રામ - લીલું લસણ
  6. - ટામેટાં
  7. ૧ વાટકી- મેથીની ભાજી
  8. ૨૫૦ ગ્રામ - ચણાનો લોટ
  9. હીંગ
  10. મરચું
  11. હળદર
  12. ધાણાજીરું
  13. ખાંડ
  14. મીઠું
  15. તેલ

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તેલ ગરમ કરી તેમાં લીલું લસણ વઘારીને તેમાં બધાં જ દાણાં નાખીને ધીમા તાપે સાંતળવા.

  2. 2

    હવે તેમાં હળદર, મરચું, ખાંડ અને મીઠું નાખીને બરાબર મિક્સ કરવું. થોડીવાર પછી તેમાં પાણી નાખીને ધીમા તાપે ચડવા દેવું.

  3. 3

    હવે ચણાનો લોટમાં હીંગ,મીઠું, હળદર, મરચું, ખાંડ,સોડા, મીઠું, તેલ અને મેથીની ભાજી નાખીને બરાબર મિક્સ કરવું. હવે તેમાં થોડું પાણી નાખીને મુઠીયા વાળી લેવા.

  4. 4

    જરૂર મુજબ ચણાનો લોટ લઈ તેમાં હીંગ, મીઠું, હળદર,મરચું,ખાંડ અને તેલ નાખીને બરાબર મિક્સ કરવું અને રીંગણા ભરી લેવાં.હવે મુઠીયા અને રીંગણાને વરાળથી બાફી લેવા.

  5. 5

    હવે દાણાંમાં ટામેટાં નાખીને ચડવા દેવું ત્યાર બાદ તેમાં જરુર મુજબ પાણી ઉમેરીને ‌ધીમા તાપે ચડવા દેવું.

  6. 6

    દાણાં ચડી જાય એટલે તેમાં મુઠીયા અને રીંગણાં મિક્સ કરવાં અને ગેસ બંધ કરી દેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes