કુલચા બન ઢોસા (Kulcha bun dosa recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#LO
#leftover
#bun
#dosa
#CookpadIndia
#COOKPADGUJRATI
અન્નાએ દેવ છે અને રસોઈ બનાવનાર ને અન્નપૂર્ણા નું બિરુદ આપવામાં આવે છે આથી તેનું સન્માન જળવાઇ રહેવું ખૂબ જ જરૂરી છે આજે દુનિયામાં ઘણા લોકો ભૂખ્યા જ સૂઈ જાય છે આથી આપણે બને ત્યાં સુધી જરૂર મુજબ રાંધવું જોઈએ આમ છતાં પણ ક્યારેક તેમાં વોટ થઈ જાય છે પરંતુ જેઓ રાંધેલું અનાજ વધે તો તેને યોગ્ય રીતે બીજા સ્વરૂપમાં ઉપયોગ કરી લેવો જોઈએ અહીં મારા ઘરે છોલે વિથ કુલચા બન જમવા માં પરંતુ કુલચા બન થોડા વધી પડ્યા આજે બીજા મેં તેમાંથી ઢોસા તૈયાર કરેલ છે. આ ઢોંસા મે કાચા કેળા ની ભાજી, સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ માટે
  1. 2 નંગકૂલચા બન
  2. 2 કપરવો
  3. 1/2 કપદહીં
  4. 1 ચમચીચણાનો લોટ
  5. અડધી ચમચી મીઠું
  6. ચમચો જાડા પૌવા
  7. તેલ જરૂર મુજબ ઢોસા ઉતારવા
  8. સાથે સર્વ કરવા માટે: કાચા કેળા ની ભાજી, સંભાર, ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુલચા બનના નાના નાના હાથ પકડીને ટુકડા કરી લો હવે તેમાં રવો અને દહીં ઉમેરી હાથ થી બધુ બરાબર મિક્સ કરીને ઢાંકી ને વીસ મિનિટ માટે રહેવા દો.

  2. 2

    20 મિનિટ પછી તેને મિક્સર જારમાં લઈ તેમાં પૌવા અને ચણાનો લોટ ઉમેરીને જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરીને મુલાયમ ખીરું તૈયાર કરો.

  3. 3

    બીજી તરફ નોન સ્ટીક તવી ને સરસ રીતે ગરમ કરી કપડાથી લૂંછી લો. હવે તેના ઉપર તૈયાર કરેલું ખીરૂં પાથરીને તેના ઉપર તથા તેની ફરતે થોડું તેલ મૂકી ને મધ્યમ તાપે ક્રિસ્પી ઢોસો તૈયાર કરો. ઢોંસા માં વચ્ચે કેળા ની ભાજી મૂકી ને મસાલા ઢોસા તૈયાર કરો.

  4. 4

    તૈયાર કરેલા કુલચ બન ઢોંસાને ગરમાગરમ સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes