મિનિ ગાર્લિક બન(mini garlic bun recipe in Gujarati)

Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee

#માઇઇબુક #પોસ્ટ૨૬ #સુપરશેફ૨
હેલો દોસ્તો, આજે હુ સૌને ભાવતી ગાર્લિક બ્રેડની રેસીપી એક નવા જ અંદાજમાં આપની સાથે શેર કરીશ. આપને જાણ હશે કે વિદેશોમાં અને હવે અહીંના મેટ્રો સીટીમાં બ્રેડના વિવિધ રેડિમેડ લોફ કે બન મળતા હોય છે આજે હુ એવા જ મિનિ બન ખુબ જ સરળ રીતે ઘરે બનાવતા શીખવીશ. #ગાર્લિક #બન

મિનિ ગાર્લિક બન(mini garlic bun recipe in Gujarati)

#માઇઇબુક #પોસ્ટ૨૬ #સુપરશેફ૨
હેલો દોસ્તો, આજે હુ સૌને ભાવતી ગાર્લિક બ્રેડની રેસીપી એક નવા જ અંદાજમાં આપની સાથે શેર કરીશ. આપને જાણ હશે કે વિદેશોમાં અને હવે અહીંના મેટ્રો સીટીમાં બ્રેડના વિવિધ રેડિમેડ લોફ કે બન મળતા હોય છે આજે હુ એવા જ મિનિ બન ખુબ જ સરળ રીતે ઘરે બનાવતા શીખવીશ. #ગાર્લિક #બન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 સર્વિંગ્સ
  1. ૧/૪ કપઝીણા સમારેલા મરચાં
  2. ટીસ્પુન ઓરેગાનો
  3. ટીસ્પુન ચિલી ફ્લેક્સ
  4. જરૂર મુજબ ચીઝનુ ખમણ
  5. બન બનાવવા માટે
  6. ૧ કપમેંદાનો લોટ
  7. ૧ કપઘઉંનો લોટ
  8. ટેબલસ્પુન દહીં
  9. ટેબલસ્પુન તેલ
  10. ટીસ્પુન બેકિંગ પાઉડર
  11. ૧/૨ટીસ્પુન બેકિંગ સોડા
  12. ૧/૨ટીસ્પુન દળેલી ખાંડ
  13. સ્વાદાનુસાર મીંઠુ
  14. જરૂર મુજબ પનીરનુ પાણી
  15. ગાર્લિક બટર બનાવવા માટે
  16. ૧/૪ કપઝીણુ સમારેલુ લસણ
  17. ટીસ્પુન ઘી
  18. ટેબલસ્પુન બટર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં તથા તેલ ઉમેરી તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મેંદાનો લોટ, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, દળેલી ખાંડ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી પનીરના પાણીથી (અથવા હુફાળા પાણીથી) નરમ કણક બાંધી લો. કણકને ૩૫-૪૦ મિનિટ સુધી રેસ્ટ આપો.

  2. 2

    તે દરમિયાન એક પેનમાં ઝીણા સમારેલા લસણને ઘી સાથે શેકી લો. ત્યારબાદ તેને મિક્સરની જારમાં પીસી લો. હવે આ લસણની પેસ્ટને બટરમાં(અમુલ બટર હોય તો વધુ સારૂ, ઘરનુ માખણ લઈ શકો પણ તેમાં છાશનો જરાપણ ભાગ ના હોવો જોઈયે) ઉમેરી મિક્સ કરી લો. પછી ઝીણા સમારેલા મરચા અથવા કેપ્સીકમને મીંઠુ ઉમેરી ઘી સાથે શેકી લો.

  3. 3

    કણકને તેલ વડે ૫-૭ મિનિટ સુધી બરાબર મસળી લઈ તેના નાના ગોળા વાળો. હવે ઈડલી સ્ટેન્ડને તેલ થી ગ્રીઝ કરી લો. (જો કાણાવાળુ ઈડલી સ્ટેન્ડ હોય તો પહેલા બટર પેપર જરૂરથી મુકવા) તેની પર ગોળા મુકી, ઉપરથી તેલનુ બ્રશીંગ કરી લો. હવે આ સ્ટેન્ડને પ્રેશર કુકરમાં ૧૦-૧૫ મિનિટ બેક કરવા મુકો. મિનિ બન તૈયાર છે તેને ઠંડા પાડી વચ્ચેથી બે સ્લાઈસ કરો.

  4. 4

    હવે દરેક બન પર ગાર્લિક બટર લગાવો ત્યારબાદ કેપ્સીકમ-મરચા ઉમેરો. તે પછી ચીઝ ખમણી, ઓરેગાનો ચીલી ફલેક્સ ભભરાવો. હવે એક પેનમાં બટર ઉમેરી, મિનિ ગાર્લિક બનને ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી ગરમ કરો. તો તૈયાર છે મિનિ ગાર્લિક બન..........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ishanee Meghani
Ishanee Meghani @cook_with_Ishanee
પર

ટિપ્પણીઓ

Similar Recipes