કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe in Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

પાતળા અને લાંબા કાપેલા ભીંડાને જ્યારે ચાટ મસાલા અને લાલ મરચાંના પાઉડર સાથે મેળવીને કરકરા કરી રાંધવામાં આવે છે ત્યારે, કૉકટેલ પાર્ટીમાં પીરસવાની એક આદર્શ વાનગી, ક્રિસ્પી મસાલા ભીંડી બને છે. તેની ઓછી તીખાશ તમને જરૂરથી ગમશે કારણકે તમે ભીંડાનો અનેરો સ્વાદ માણી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 5 વ્યક્તિ માટ
  1. ૨ કપભીંડા , લાંબા કાપીને એકમાંથી ચાર કરેલા
  2. ૨ ટેબલસ્પૂનચણાનો લોટ
  3. ૨ ટીસ્પૂનચાટ મસાલો
  4. ૧ ટીસ્પૂનલાલ મરચાંનો પાઉડર
  5. ૧/૪ ટીસ્પૂનહળદર
  6. ૧ ટીસ્પૂનલીબુંનો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.

  2. 2

    એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, ઉપર પ્રમાણે મિક્સ કરલા ભીંડા, થોડા-થોડા કરીને, ચારેબાજુએથી કરકરા અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, તળી લો.

  3. 3

    ઉપર ચાટ મસાલો ભભરાવીને ગરમ-ગરમ પીરસો.
    હાથવગી સલાહ: યાદ રાખો કે, ભીંડાને બધી સામગ્રી સાથે મિક્સ કરીને, તરત જ તળી લો. નહીંતર ભીંડામાંથી પાણી છુટશે અને કરકરા નહીં બને.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes