કાઠિયાવાડી ગાંઠિયા નું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @snehapatel_4499

કાઠિયાવાડી ગાંઠિયા નું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનિટ
4 લોકો
  1. ગાંઠિયા બનાવવા માટે
  2. 1 કપચણાનો લોટ
  3. 10દાણા આખું જીરું
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. 1/4 ચમચીલાલ મરચું
  6. ચપટીહીંગ
  7. 1 ચમચીતેલ
  8. જરૂર મુજબ પાણી
  9. ગાંઠિયાનું શાક બનાવવા માટે
  10. 5-6 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચીજીરું
  13. 5-6મીઠો લીમડાનાં પાન
  14. 1સમારેલુ લીલું મરચું
  15. 2લવિંગ
  16. 1ઈંચ તજની લાકડી
  17. 6કળી ઝીણું સમારેલુ લસણ
  18. 1મોટી કાપેલી ડુંગળી
  19. 1સમારેલુ ટામેટુ
  20. સ્વાદ પ્રમાણેમીઠું
  21. 2 મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  22. 1/2 ચમચીહળદર
  23. 1 ચમચીધાણાજીરુ
  24. 1/2 ચમચીકિચન કિંગ મસાલા
  25. 1/2 કપદહીં
  26. બનાવેલા ગાઠીયા

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ નાખી, 1 અને 1/2 ગ્લાસ પાણી નાખી દો.પછી તેમા હળદર, મરચું, મીઠું, ધાણાજીરું, હીંગ નાખી દેવું અને થોડીક વાર ઉકાળી લેવું.

  2. 2

    બીજી બાજુ એક વાસણમાં ચણાનો લોટ લઇ લો પછી તેમા સ્વાદપ્રમાણે મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, દસ દાણા આખું જીરું તથા હીંગ નાખો.

  3. 3

    પછી જરૂર મુજબ પાણી નાખી ગાંઠિયા જેવો લોટ બાંધવો.

  4. 4

    તેમા એક ચમચી તેલ નાખી ને હાથ ની મદદ થી મશળી લો.

  5. 5

    પછી ઉકળતા પાણીમાં ગાંઠીયા પાડી એને દસ થી બાર મીનીટ ચડવા દેવું.
    વચ્ચે હલાવતા રહેવું.

  6. 6

    એક પેનમા તેલ ગરમ કરી લો પછી તેમાં રાઇ, જીરું, લીમડો, લીલું મરચું, લવિંગ, તજ, લસણ નાખો એક મીનિટ સુધી સાંતળવા દો.

  7. 7

    પછી તેમા ડુંગળી નાખી ચડવા દેવું. ત્યારબાદ તેમાં ટામેટુ અને ધાણાજીરું, મરચું, હળદર, મીઠું, કિચન કિંગ મસાલા અને દહીં નાખો.

  8. 8

    તેને સરખી રીતે મિક્સ કરી લો.

  9. 9

    પછી તેલ છૂટું પડે એટલે બનાવેલા ગાઠીયા નાખી દેવા ઉપર થી કોથમીર નાખી ગરમ ગરમ ગાઠીયા નુ શાક રેડી છે.

  10. 10

    આ શાક રોટી અથવા ભાખરી અથવા રોટલા સાથૈ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @snehapatel_4499
પર

Similar Recipes