ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬
#KS6

શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો માટે
  1. 1બાઉલ ગાંઠીયા
  2. 1 ચમચીસમારેલી ડુંગળી
  3. 2જીણા સમારેલા ટામેટા
  4. 7 થી 8 કળી ઝીણું સમારેલું લસણ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 2 થી 3 ચમચી તેલ
  7. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીધાણાજીરૂ
  10. 1 ગ્લાસપાણી
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. કોથમીર
  13. ૧ ચમચીરાઈ અને જીરું
  14. 4 થી 5 મીઠા લીમડાના પાન
  15. 1 ટુકડોગોળ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી હિંગ નાખી પછી સમારેલું લસણ નાખી મીઠા લીમડાના પાન નાખી સાંતળવું

  2. 2

    લસણ ગુલાબી થાય એટલે તેમાં ડુંગળી નાખી ડુંગળીને થોડીવાર મીઠું નાખી ચડવા દેવી

  3. 3

    પછી તેની અંદર ટામેટા નાખી મિક્સ કરી એમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખીને હલાવી બરાબર મિક્સ કરી પાણી નાખો

  4. 4

    પાણીને પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું

  5. 5

    પાણી નીકળી જાય પછી તેની અંદર ગોળ નાખી ગોળને ઓગળવા દેવો

  6. 6

    પછી તેની અંદર ગાંઠીયા નાખી બે મિનિટ માટે પકવવું ગાંઠીયા થોડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ કુક કરવું પછી તેની અંદર ગરમ મસાલો અને કોથમીર નાખી ગરમ ગરમ જ ગાંઠિયાના શાક ને સર્વ કરવું

  7. 7

    તૈયાર છે ગાંઠિયાનું શાક આવી તે એક વાર જરૂરથી ટ્રાય કરજો ખુબ જ સરસ બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

ટિપ્પણીઓ

Similar Recipes