કોરીએન્ડર રાઈસ (Coriander Rice Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#AM2
#રાઈસ માં થી એટલી બધી વેરાયટી ડિસીસ બને છે.આ રાઈસ ખાવા ની બહુ મઝા આવી.ટેસ્ટ માં તો જવાબ જ નથી અને સુગંધ તો વાહ વાહ........ ધાણા ખૂબ જ પ્રમાણ માં,ફુદીનો લસણ મરચાં .........

કોરીએન્ડર રાઈસ (Coriander Rice Recipe In Gujarati)

#AM2
#રાઈસ માં થી એટલી બધી વેરાયટી ડિસીસ બને છે.આ રાઈસ ખાવા ની બહુ મઝા આવી.ટેસ્ટ માં તો જવાબ જ નથી અને સુગંધ તો વાહ વાહ........ ધાણા ખૂબ જ પ્રમાણ માં,ફુદીનો લસણ મરચાં .........

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ ટે.સ્પૂન તેલ
  2. ૧ ટે.સ્પૂન ઘી
  3. ૧ ટી.સ્પૂન જીરું
  4. ૨ નંગલવિંગ
  5. ૨ ટુકડાતજ
  6. ૨ - ૩ નંગ મરી
  7. ૨ નંગઈલાયચી
  8. ૧ નંગસ્ટાર ચકરી
  9. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  10. ૧/૨ કપલીલા વટાણા
  11. ૧/૨કેપ્સિકમ (૧/૨ ઇંચ ના ટુકડા) સમારેલા
  12. ૧/૨ કપફણસી કાપેલી
  13. ૧/૨ નંગગાજર કાપેલું
  14. ૨-૩ ટે.સ્પૂન પાણી
  15. જરૂર મુજબ પાણી
  16. ૧ ટી.સ્પૂન ધાણાજીરું
  17. ૧ ટી.સ્પૂન કિચન કિંગ મસાલો
  18. ૨ કપરાંધેલો ભાત (બાસમતી ચોખા નો)
  19. મીઠું જરૂર મુજબ
  20. સમારેલા લીલા ધાણા
  21. ૧+૧/૨ ટે.સ્પૂન પાણી
  22. કોરીએન્ડર પેસ્ટ
  23. ૧ કપલીલા ધાણા
  24. ૧/૨ કપફુદીના ના પાન
  25. ૧/૨ડુંગળી ઝીણી સમારેલી
  26. ૨-૩ લસણ ની કળી
  27. ૩ નંગલીલા મરચાં
  28. ૧ ટુકડોઆદું
  29. ૧/૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેન માં તેલ અને ઘી લઈ ગરમ મૂકવું ગરમ થાય એટલે જીરું ઉમેરવું તતડે એટલે તજ,લવિંગ,મરી,ઇલાયચી,સ્ટાર ચકરી ઉમેરી સાંતળવું.

  2. 2

    તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ૧ મિનિટ સંતડવીતેમાં કેપ્સિકમ ઉમેટી સાંતળવું,ફણસી,ગાજરને લીલા વટાણા ઉમેરી હલાવી મીઠું ઉમેરી ૨ -૩ ટે. સ્પૂન પાણી ઉમેરી હલાવી ઢાંકી ને ૩-૪ મિનિટ ચઢવા દેવું.

  3. 3
  4. 4

    કોરીએન્ડર પેસ્ટ બનાવવા માટે મીક્સર જાર માં લીલા ધાણા,ફુદીના ના પાન, 1/2સમારેલી ડુંગળી,૨-૩ કળી લસણ,સમારેલા લીલા મરચાં, ટુકડો આદુ,અને અડધા લીંબુ નો રસ ઉમેરી ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી.ચોખા ને ઓસાઈ ને ભાત તૈયાર કરી લો.

  5. 5

    આ પેસ્ટ ને શાકભાજી વાળા પેન માં ઉમેરી હલાવી તેને ૨ મિનિટ થવા દેવું.

  6. 6

    તેમાં ધાણાજીરું,કિચન કીંગ મસાલો ઉમેરી હલાવી લેવું.તેમાં રાંધેલો બાસમતી રાઈસ અને જરૂર મુજબ મીઠું ઉમેરવું અને સમારેલા લીલા ધાણા અને ૧ ટે. સ્પૂન પાણી ઉમેરવું અને બે ચમચા ની મદદ થી હલાવવું જેથી બહાર ના દાણા તૂટે નહીં તેને ઢાંકી ને ૨ મિનિટ થવા દેવો પછી ઉપર સમારેલા લીલા ધાણા ભભરાવવા

  7. 7
  8. 8

    તો તૈયાર છે હરિયાળો કોરીએન્ડર રાઈસ લીલા ધાણા થી ગાર્નિશ કરી પ્લેન દહીં સાથે સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes