પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Ira Vaishnav
Ira Vaishnav @cook_28615242

પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૧/૨ કપઘઉંનો લોટ
  2. ૧/૨ કપમેંદો
  3. તેલ જરૂર પ્રમાણે
  4. મીઠું જરૂર પ્રમાણે
  5. ૧/૪ કપપાણી
  6. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  7. 3 થી 4 ચમચી પૌઆ
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. કોથમીર જરૂર પ્રમાણે
  13. ૧ નંગઝીણું સમારેલું લીલું મરચું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને ઘઉંનો લોટ લો

  2. 2

    પછી તેમાં મીઠું ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં મોણ માટે તેલ ઉમેરો

  4. 4

    ત્યાર પછી બધું હલાવીને મિક્સ કરી નાખો

  5. 5

    પછી તેમાં થોડું પાણી ઉમેરતા જાવ અને પરાઠા જેવો પણ નહીં અને રોટલી જેવો પણ નઈ પણ થોડો ઢીલો લોટ બાંધો

  6. 6

    તો કણક તૈયાર છે

  7. 7

    ત્યારબાદ તેને એક કલાક માટે ઢાંકીને રહેવા દો

  8. 8

    ત્યાર પછી લોટ ને થોડો મસળી નાખો

  9. 9

    પછી તેમાંથી ૨ લુવા તૈયાર કરો

  10. 10

    તેને મિડીયમ સાઈઝ પાણી નાખો

  11. 11

    બીજા લુવા માંથી પણ મીડિયમ સાઇઝની રોટલી તૈયાર કરો

  12. 12

    ૧ રોટલી પર તેલ લગાવી દો

  13. 13

    પછી તેના પર લોટ sprinkle કરો

  14. 14

    ત્યારબાદ તેના ઉપર બીજી મિડીયમ સાઈઝ તૈયાર કરેલી રોટલી મૂકી દો

  15. 15

    પછી તેને બરાબર પ્રેસ કરીને ચોંટાડી દો

  16. 16

    ત્યારબાદ તેના પર અટામણ માટે થોડો લોટ છાંટો

  17. 17

    હવે આપણે બે પડવાળી રોટલી બનાવીએ એ રીતે ધીરે ધીરે વણતાં જાઓ અને મોટી રોટલી બનાવો

  18. 18

    આપણે મોટી રોટલી તૈયાર છે

  19. 19

    હવે તેને રોટલીની તવી પર 1/2કાચી-પાકી શેકી લો

  20. 20

    બીજી સાઈડ થી પણ 1/2કાચી પાકી શેકી લો

  21. 21

    તો તૈયાર છે બે પડવાળી રોટલી

  22. 22

    પછી ૨ રોટલી ને છૂટી કરી દો

  23. 23

    પટ્ટી બનાવવા માટે પતલી રોટલી તૈયાર છે

  24. 24

    ત્યાર પછી કટરની મદદથી રોટલીના ચારે ખૂણા કટ કરો

  25. 25

    કટ કરેલી રોટલી ના પીસ સાઈડમાં રાખી દો

  26. 26

    રોટલીના ચારે કોનૅર્સ કટ કર્યા પછી રોટલી સ્ક્વેર જેવી દેખાશે

  27. 27

    પછી રોટલીને કટરની મદદથી ઉભી strips કાપો.strips theek રાખવી

  28. 28

    આ રીતે બધી strips એક ડીશમાં ભેગી કરી લો

  29. 29

    પછી એક બાઉલમાં ઝીણી સમારેલી ડુંગળી લ્યો

  30. 30

    પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો

  31. 31

    ત્યારબાદ તેમાં પૌવા ઉમેરો

  32. 32

    ત્યારબાદ તેમાં ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરો

  33. 33

    હવે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી દો

  34. 34

    હવે એક નાના બાઉલમાં થોડો મેંદો લ્યો

  35. 35

    પછી તેમાં થોડું પાણી ઉમેરો

  36. 36

    ચમચી વડે મિક્સ કરી હલાવીને મેંદાની સ્લરી તૈયાર કરો

  37. 37

    હવે એક રોટલી ની strip લ્યો

  38. 38

    હવે તેના પર મેંદાની સ્લરી લગાવી દો

  39. 39

    ત્યારબાદ એક સાઇડથી વાળી ત્રિકોણ શેપ કરો

  40. 40

    પછી તેને બીજી સાઈડ થી વાળીને કોર્ન જેવો શેપ આપો

  41. 41

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ કરો

  42. 42

    ત્યારબાદ મેંદાની સ્લરી કિનારે કિનારે લગાવી કિનારીઓને એકબીજા સાથે ચોંટાડી દો

  43. 43

    આ રીતે બધા સમોસા તૈયાર થશે

  44. 44

    ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરવા મુકો

  45. 45

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલા સમોસા ને તળતા જાઓ

  46. 46

    થોડા લાઈટ બ્રાઉન થાય એટલે પલટાવીને બીજી સાઈડ થવા દો

  47. 47

    મીડીયમ તાપે લાઈટ બ્રાઉન થવા દો અને આ રીતે બધા સમોસા લાઈટ બ્રાઉન તળી લો અને એક પ્લેટમાં કાઢી લો

  48. 48

    તો આપણા પટ્ટી સમોસા તૈયાર છે અને તેને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ira Vaishnav
Ira Vaishnav @cook_28615242
પર

ટિપ્પણીઓ

Similar Recipes