ત્રણ પડવાળી રોટલી (Three Padvali Rotli Recipe In Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#AM4
#Week4
#રોટી/પરાઠા
કોઈપણ ભોજન હોય રોટી વગર અધુરૂ જ ગણાય .પછી તે ગમે તે સ્વરૂપમાં હોય .પરોઠા.પૂરી, નાન ,સીંગલ રોટલીથી માંડી સાતપડી ,રૂમાલી રોટી કે પછી કોઈપણ જાતના પરાઠા લો કે રાજસ્થાની રોટી ગુમ્બા રોટી ગમેતે પ્રદેશની રોટી જ્યાં સુધી થાળીમાં રોટલી ન પીરસાય ભોજન અધુરૂ જ રહે છે એ પૂણૅ કરવા માટે હું આપના માટે ત્રણપડી રોટલીની રેશિપી લાવી છું જે હાલના મેંગોની સીઝનમાં ખાસ કરીને ખૂબ જ જલ્દી બની જતી રેશિપી છે.તમે જુઓ અને એકાદ પડ વધુ ખાઈ જ લેવાનું મન થાય તેની ગેરેન્ટી... જેને લેચી રોટી પણ કહી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ ઘઉનો જીણો લોટ
  2. 4 ચમચીતેલ
  3. જરૂર મુજબ પાણી
  4. 1 મોટો ચમચોઘી પડ પર લગાવવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટને ચાળી 2ચમચી તેલ મોણરપે મિક્સ કરી પછી પાણીથી કણક બાંધી દો.અને દસ મિનીટ ઢાંકી રેસ્ટ આપો.અને સાથે અટામણ કાઢી લો.

  2. 2

    હવે કેળવેલ લોટમાંથી એક સરખા ત્રણ લૂઆ લઈ થોડા થોડા વણીએકબાજુ અટામણ અને એક બાજુ સ્હેજ તેલ લગાવી ઉપરાઉપરી રાખી થોડું અટામણ લઈ હળવા હાથે વણી લો.

  3. 3

    ગેસ પર લોઢી ગરમ કરી તેમાં રોટલી મીડીયમ આંચ પર ચોડવી (શેકી) લો.

  4. 4

    ચડી રહે એટલે પડ આપોઆપ છુટ્ટા પડી જશે.તેને એક પર એક એમ રાખી ઘી લગાવી દો..

  5. 5

    હવે ગરમાગરમ તૈયાર છે ત્રણ પડવાળી લેચી રોટલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes