મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#Immunity
#Cookpadgujrati
#Cookpadindia
દરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મે અહી મગ નું સૂપ બનાવ્યું છે. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે,મગમાં રહેલા ઉચ્ચ એન્તી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. આ ઉપરાંત બ્રેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.એટલે જ તો પચવા માં બહુ જ સરળ હોય છે મગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 thi 5 vyakti
  1. 1/2 કપમગ
  2. 1/2 ચમચીછીણેલું આદુ
  3. 1/2 ચમચીમરી પાઉડર
  4. 1 નંગલીંબુ નો રસ
  5. 1/2 ચમચીઘી
  6. 1/4 ચમચીજીરૂ
  7. ચપટીઅજમો
  8. મીઠું
  9. હળદર
  10. પાણી જરૂર મુજબ
  11. 1 ચમચીકોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ને બે કલાક પલાળી રાખી દો.પછી તેમાં આદુ અને જરૂર મુજબ મીઠું નાખી ત્રણ ગણુ પાણી ઉમેરો અને 4 થી 5 વ્હિસલ કરી એકરસ થાય એવા બાફી લો.

  2. 2

    હવે બાફેલા માગ ને બ્લેન્ડર થી ક્રશ કરી લો અને ચારની થી ગાળી લો.ના ગાળો તો પણ ચાલે.હવે એક પેન માં ઘી મૂકો તેમાં જીરું અને અજમો મૂકી વઘાર કરો હવે તેમાં હળદર,મરી પાઉડર મીઠું અને લીંબુ નો રસ ઉમેરી જરૂર મુજબ પાણી નાખી એક ઉભરો આવે ત્યાં સુધી ગેસ પર રાખો હવે ગેસ બંધ કરી દો. ઉપર થી કોથમીર નાખો અને તૈયાર છે ગરમા ગરમ મગ નું સૂપ.ખૂબ જ healthy and testy..

  3. 3

    ગરમ ગરમ સૂપ ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes