ગુજરાતી દાળ

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#FFC1
ગુજરાતી દાળ એ ભારતના ખૂણેખૂણે પ્રખ્યાત છે. આ દાળની ખાસિયત એ છે કે તીખી હોવાની સાથે ખાટીમીઠી પણ હોય છે.

ગુજરાતી દાળ

2 કમેન્ટ્સ કરેલ છે

#FFC1
ગુજરાતી દાળ એ ભારતના ખૂણેખૂણે પ્રખ્યાત છે. આ દાળની ખાસિયત એ છે કે તીખી હોવાની સાથે ખાટીમીઠી પણ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપતુવેરની દાળ
  2. ૩ ટેબલસ્પૂનશીંગદાણા
  3. ૧ ચમચીમેથીદાણા
  4. ૧ ચમચીહળદર
  5. ૧ ચમચીતેલ
  6. ૧ નંગટામેટું
  7. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૨ ચમચીધાણજીરૂ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૧ ચમચીકાચી કેરીના આંબોડિયા
  11. ૨ ચમચીસમારેલો ગોળ
  12. સમારેલી કોથમીર જરૂર મુજબ
  13. વઘાર માટે ➡️
  14. ૨ ચમચીતેલ
  15. ૧ ચમચીરાઈ
  16. ૧ ચમચીજીરું
  17. મીઠા લીમડાના પાન - જરૂર મુજબ
  18. ૧/૨ ટી.સ્પૂનહિંગ
  19. ૧ નાની ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને બરાબર ધોઈને ૧૫-૨૦ મિનીટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કુકરમાં લઈ તેમાં શીંગદાણા, મેથીદાણા, હળદર, સમારેલું ટામેટું તથા તેલ ઉમેરી ૩-૪ સિટી વગાડી બાફી લો.

  2. 2

    હવે કૂકરમાં જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર વલોવી લો અને ગેસ પર ઉકળવા મૂકો. હવે તેમાં કાચી કેરીના અંબોડિયા, ગોળ, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, મીઠું ઉમેરી ૫-૧૦ મિનીટ માટે ઉકાળો.

  3. 3

    હવે વઘાર માટેનું તેલ લઈ, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન તથા લાલ મરચું પાઉડર ઉમેરી દાળમાં વઘાર ઉમેરી, ફરી ૫ મિનીટ માટે દાળને ઉકાળો. હવે ઉપરથી કોથમીરથી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes