ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

KALPA
KALPA @Kalpa2001

#EB
Week 4
ગુજરાતીઓ ને જમવા સાથે અલગ અલગ અથાણાં જોઈએ...અને તેમાં પણ ક્યારેક શાક સારા ન આવતા હોય તો બારેમાસ માટે ભરેલ અથાણાં જ કામ આવે છે.

ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

#EB
Week 4
ગુજરાતીઓ ને જમવા સાથે અલગ અલગ અથાણાં જોઈએ...અને તેમાં પણ ક્યારેક શાક સારા ન આવતા હોય તો બારેમાસ માટે ભરેલ અથાણાં જ કામ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામચણા
  2. 50 ગ્રામમેથી
  3. 150 ગ્રામકાચી કેરી
  4. 1 કપહાથી આચાર મસાલા
  5. 1 કપતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ચણા અને બીજા બાઉલમાં મેથી લઈ તેમાં પાણી એડ કરી બન્ને ને ૮-૧૦ કલાક માટે પલાળી ને મૂકી દો. પાણી ને નિતારી ચણા અને મેથી ને કેરીના ખટાશ વાળા પાણીમાં ઉમેરી લો. ચણા અને મેથી એડ કરવાથી તેમા મીઠાશ એડ થઈ જાય છે. હવે તેને ૩-૪ કલાક માટે ઢાંકી ને મુકી દો. ૩-૪ કલાક પછી તેમાંથી પાણી દૂર કરી ચણા અને મેથી ને એક કાપડ મા લઈ સૂકવી દો.

  2. 2

    હવે કેરી ના નાના કટકા કરી લો...એક મોટા બાઉલમાં સુકવેલ ચણા, મેથી અને કેરીના કટકા ઉમરી સહેજ હલાવી લો. હવે તેમાં હાથી આચાર મસાલો ઉમેરી ચમચા વડે મિક્સ કરી લો. તેને 3 થી 4 કલાક બાઉલમાં ઢાંકી ને રેવા દો..

  3. 3

    હવે એક તપેલી માં તેલ ગરમ કરવા મુકો...ધૂવાળા નીકળે એટલે ગેસ બન્ધ કરી તેને સાવ ઠંડુ થવા દો..પછી બાઉલમાંથી અથાણાં ને એક બરણી માં ભરી લો..તેના પર ઠંડુ થયેલ તેલ ઉમેરી બરણી બન્ધ કરી લો. 3થી 4 દિવસ પછી અથાણું ઉપયોગ માં લઇ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes