ઘર નું ઘી (Homemade Ghee Recipe In Gujarati)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

ઘી જેટલું શુધ્ધ હોય તેટલી જ ખાવાની મજા આવે અને વાનગી પણ સરસ બને. તો અમે ભેંસનું દૂધ જ લઈએ ભરવાડ પાસેથી તે નજર સામે જ દોહીને આપે એટલે એકદમ શુધ્ધ દૂધ. દરરોજ ૧ લીટર દૂધ લઈએ. તેમાંથી મલાઈ પણ સારી બને અને ૧૫ દિવસમાં ઘી બનાવું તો ઘરનું ચોખ્ખુ ઘી મળે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૧૫ દિવસની મલાઈ
  2. પાણી માખણ ધોવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધીમલાઈ એક મોટા તપેલામાં લઈ વેલણ અથવા જેરણીથી સતત હલાવો. ૧૦ મિનિટમાં તમે દોશો કે માખણ બની ગયું છે અને પાણી છુટુ પડી ગયું છે.

  2. 2

    હવે માખણને ચોખા પાણીથી ધોઈ એક કડાઈમાં લઈ લો જેમા ઘી બનશે.

  3. 3

    હવે ધીમા તાપે ગેસ પર મૂકી થવા દો.. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ઘી પ્રવાહી જેવું થઈ જશે.

  4. 4

    હવે ૧૦ મિનિટ પછી ઘી માં બબલ્સ આવવા લાગશે ત્યારે ત્યાં રહી સતત હલાવવું નહિતર તળિયે ચોટી જશે.

  5. 5

    હવે જોઈ શકો છો કે ઘી બનીને તૈયાર છે. કીટુ અને ઘી જુદા દેખાશે. ઠંડુ થાય એટલે ૧ ડબા કે બોટલમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes