ચટપટા રસ પાત્રા (Chatpata Ras Patra Recipe In Gujarati)

Komal Hindocha
Komal Hindocha @kshindocha
ભાણવડ

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 10 - 12 મોટા અળવીના ના પાન
  2. 2 વાટકીચણાનો લોટ
  3. 1/2 વાટકી આમલીનો પલ્પ
  4. ૨ ચમચીખાંડ
  5. 1 ટેબલ સ્પૂનગરમ મસાલો
  6. 1/2 ટેબલ સ્પૂન હળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. શેકેલા તલ
  10. તેલ તળવા માટે
  11. કોથમીર અને શીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ અળવીના પાનને સાફ કરીને તેની બધી નકામી નસ કાઢીને પાનને રેડી કરો..

  2. 2

    ચણાના લોટ લઇ તેમાં ઉપર જણાવેલ બધા મસાલા તેમજ આંબલીનો પલ્પ નાખીને જાડું ખીરું તૈયાર કરો

  3. 3

    ત્યારબાદ એક એક અળવી ના પાન લઈ તેની ઉપર ચણાનો લોટ નુ ખીરુ પાથરી બીજું પાન ગોઠવી એવી રીતના ત્રણ પાન નું લેયર બનાવી સાઇડ માંથી બીડાની જેમ વાળીને રોલ તૈયાર કરો...

  4. 4

    ત્યારબાદ બધા વાળેલા રોલને સ્ટીમ કરવા માટે રેડી કરો ને પંદરથી વીસ મિનિટ મધ્યમ તાપે સ્ટીમ કરો

  5. 5

    સ્ટીમ થઈને રેડી થઈ જાય ત્યાર બાદ ઠંડા થયા પછી મનગમતા સાઈઝમાં કટ કરો ત્યારબાદ થોડા તેલમાં લઈ બધા કટ કરેલા પાત્રને થોડીવાર માટે તેલમાં શેલો ફ્રાય કરો..

  6. 6

    ત્યારબાદ વઘાર માટે કડાઈમાં તેલ મૂકી મીઠા લીમડાના પાન મરચા નાખી આમલીનો પલ્પ નાખી રસપાત્રા ને સાંતળો

  7. 7

    ત્યારબાદ રસપાત્રા એકદમ સંતળાઈ જાય એટલે કોથમીર નાખી ગાર્નિશ કરે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Hindocha
Komal Hindocha @kshindocha
પર
ભાણવડ
I Love cooking my hobby
વધુ વાંચો

Similar Recipes