દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)

Vidhi Patel
Vidhi Patel @cook_27890391
Botad
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. બાટી માટે
  2. દોઢ વાટકી ઘઉં નો લોટ
  3. 1/2 વાટકી સોજી
  4. ચપટીખાવાનો સોડા
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. તેલ
  7. પાણી જરૂર મુજબ
  8. અજમો
  9. દાળ માટે
  10. 1/2મુઠ્ઠી ચણાની દાળ
  11. 1/2મુઠ્ઠી મસુરી દાળ
  12. 1/2મુઠ્ઠી અડદ ની દાળ
  13. 1/2મુઠ્ઠી મગ ની દાળ
  14. 1/2મુઠ્ઠી તુવેરની દાળ
  15. તેલ વઘાર માટે
  16. પાણી જરૂર મુજબ
  17. લાલ મરચું
  18. હળદર
  19. ધાણાજીરું
  20. રાઈ
  21. જીરું
  22. હીંગ
  23. ૨ ચમચીલસણની પેસ્ટ
  24. મિડિયમ સાઈઝ ની ડુંગળી
  25. મિડિયમ સાઈઝ ના ટામેટા
  26. 1/2ચમચી ગરમ મસાલો
  27. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઘઉં ના લોટ માં ઉપર આપેલી બાટી ની સામગ્રી મિક્સ કરી પરોઠાં જેવો લોટ બાંધો. અને યોગ્ય સાઈઝ ના લુવા કરો.

  2. 2

    બાટી ને માટી ની તવી પર અથવા બાટી ના મશીન માં શેકી લો. કથ્થાઈ રંગની થાય ત્યાં સુધી શેકવી. તૈયાર કરેલી બાટી ને ઘી માં એક મિનિટ સુધી મુકી રાખવી.

  3. 3

    દાળ ને ગરમ પાણીમાં ૧૫ મિનિટ પલાળી રાખો અને પછી ધોઇ ને કુકરમાં પલાળેલી દાળ અને જરૂર મુજબ પાણી તેમજ મીઠું નાખી ૪ સીટી થાય ત્યાં સુધી ચઢવા દો.

  4. 4

    એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી વઘાર કરો અને તેમાં સમારેલી ડુંગળી, ટામેટા નાખી બરાબર સાંતળો પછી એમાં લસણ ની પેસ્ટ ઉમેરવી. દાળ માં મરચું, હળદર, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરીને ડુંગળી ટામેટા નો વઘાર એમાં નાખી મિક્સ કરો. છેલ્લા એમાં ગરમ મસાલો અને કોથમીર નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Patel
Vidhi Patel @cook_27890391
પર
Botad

Similar Recipes