અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.
#EB

અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)

કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10-15 મિનિટ
  1. 200 ગ્રામમેથીના કુરીયા
  2. 100 ગ્રામરાઈના કુરીયા
  3. 20-25 ગ્રામજેટલી હીંગ
  4. 350-400 ગ્રામકૂમઠી/કાશ્મીરી લાલ મરચું પાઉડર
  5. 150 ગ્રામજેટલું શેકેલું મીઠું
  6. 75 ગ્રામસરસિયાનું તેલ

રાંધવાની સૂચનાઓ

10-15 મિનિટ
  1. 1

    એક પહોળા વાસણમાં વચ્ચે હીંગ મૂકો પછી એની આજુબાજુ ગોળ ફરતા કુંડાળામાં રાઈના અને મેથીના કુરીયા મૂકો.

  2. 2

    હવે એક તપેલીમાં તેલ ગરમ કરો. તેલ માંથી ધૂમાડા નીકળે એવું તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થઈ જાય એટલે એ તેલને કુરીયા પર રેડો.પછી તરત જ એને ઢાંકી દો. અને પછી એને ઠંડું પડવા દો.

  4. 4

    એકદમ ઠંડું પડે પછી એમાં શેકેલું મીઠું તથા મરચું નાંખી હલાવી લો. આ અચાર મસાલો આખું વર્ષ સારો રાખવા માટે ઍરટાઈટ કાચની બરણીમાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes