વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

Jaya Mahyavanshi
Jaya Mahyavanshi @Jaya2212

આ રેસિપી ની ખાસ વાત તો એ છે કે મને વેજીટેબલ બિરયાની બનાવવાની પ્રેરણા મારી મમ્મી પાસેથી મળી છે અને આ રેસિપી હોટેલમાં મળતી વેજીટેબલ બિરયાની કરતા એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વિડિયો જોતા તમને સમજાશે કે આ રેસિપી માં શું એવું છે જે આને બીજા કરતા અલગ બનાવે છે.
વેજીટેબલ બિરયાની https://youtu.be/MlJYrmq3PJc

વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ રેસિપી ની ખાસ વાત તો એ છે કે મને વેજીટેબલ બિરયાની બનાવવાની પ્રેરણા મારી મમ્મી પાસેથી મળી છે અને આ રેસિપી હોટેલમાં મળતી વેજીટેબલ બિરયાની કરતા એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. વિડિયો જોતા તમને સમજાશે કે આ રેસિપી માં શું એવું છે જે આને બીજા કરતા અલગ બનાવે છે.
વેજીટેબલ બિરયાની https://youtu.be/MlJYrmq3PJc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ વાટકીધાણા
  2. ૩-૪ નંગ લાલ સૂકા મરચા
  3. ૨૫૦ ગ્રામ બિરયાની ના ચોખા
  4. ૪ નંગટામેટા
  5. ૨૦૦ ગ્રામ લીલી ડુંગળી (Spring Onion)
  6. શિમલા મિર્ચ અને ૨ લીલાં નાના મરચાં
  7. ૧ ચમચીજીરૂ
  8. ૩-૪ નંગ તજના પાન
  9. ૪-૫ નંગ મરી અને લવિંગ ૨ તજની લાકડી
  10. મોટી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વેજ બિરયાની. તો ચાલો સ્ટાર્ટ કરીએ, ગેસ ઓન કરીશું કુકર મુકીશું તેમાં 1/2વાટકી તેલ ઉમેરીસુ. તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, તજ ના પાન, લવિંગ, મરી, સુકા મરચા અને તજ એડ કરીશું. પછી તેમાં ડુંગળી નાખીને ૫ મિનિટ સાંતળી લઈશું.

  2. 2

    પછી ટામેટા, મીઠું, સિમલા મિર્ચ, લીલા મરચાં, લીલી ડુંગળી, ધાણા નાખીને બધું મિક્સ કરી લઈશું. ફરથી ૫ મિનિટ જેટલું સાંતળી લઈશું. થોડું ચડી જાય એટલે તેમાં એક ચમચી પાવભાજીનો મસાલો, મીઠું સ્વાદ અનુસાર, 1/2 ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું પાઉડર, ૧ ચમચી લાલ મરચું પાઉડર એડ કરીને બધું મિક્સ કરી લઈશું.

  3. 3

    હવે તેમાં ચોખા નાખી બધું મિક્સ કરીશું. ચોખા મેં ૧૫ મિનિટ પલાડીને રાખેલા હતા. બધું મિક્સ કરી લઈશું. હવે તેમાં ૨ ગ્લાસ પાણી એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું. ફરીથી કુકર બંધ કરીને ૩ વ્હિસ્ટલ વાગે એટલે ગેસ બંધ કરીશું. તમે જોઈ શકો છો કે વેજ બિરયાની બનીને તૈયાર થઈ ગઈ છે હવે સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jaya Mahyavanshi
પર

Similar Recipes