વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#viraj
#zoomclass
Zoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

#viraj
#zoomclass
Zoomclass મા બિરિયાની season હતું એમાં બિરિયાની બનાવી હતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીઘી
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીજીરું
  4. 10મરી આખા
  5. 1બાદિયા
  6. 2લવિંગ
  7. 3ઈલાયચી
  8. 1એલચો
  9. 2 ટુકડાતજ
  10. 3 કપબાફેલા બાસમતી ચોખા
  11. 1 ચમચીલસણ ની પેસ્ટ
  12. 1 કપદહીં
  13. 2 ચમચીઆદુમરચા ની પેસ્ટ
  14. 2ડુંગળી નો બિરસ્તો
  15. 1કટ કરેલી ડુંગળી
  16. 1કટ કરેલું સિમલા મિર્ચ (3 કલર na પણ લઇ શકાય)
  17. 1+1/2 બાફેલા શાક (ફણસી, વટાણા, ગાજર, ફ્લાવર)
  18. 8-10ફુદીનાના પાન
  19. 2 ચમચીલીલા ધાણા
  20. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. 1/2 ચમચીહળદર
  22. 1 ચમચીધાણાજીરું
  23. 1 ચમચીગરમ મસાલો
  24. 1/2 કપતળેલા કાજુ
  25. 2 ટેબલ સ્પૂનદૂધ
  26. 8-10તાતનાં કેસર
  27. 2ટીપા કેવડા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાસમતી ચોખા ને 95% છુટ્ટા જ બાફી લો. એમાં બાદિયું,2 ઈલાયચી 1 એલચો 2 લવિંગ નાખી ને બાફવાના..તરત બીજા વાસણ મા કાઢી.ઠંડા કરો.
    એક વાટકી મા કેસર ને દૂધ મા પલાળી દો.

  2. 2

    ડુંગળી ને પાતળી સમારી તળી લો ટીશ્યું મા કાઢી લો..

  3. 3

    શાક ને પણ છુટ્ટા જ બાફી લેવા.
    પાણી મા 1 ચમચી ખાંડ અને 1/2 ચમચી મીઠું નાખવું જેથી શાક નો કલર સરસ આવશે..

  4. 4

    1/2 દહીં લઈને એમાં 2 ચમચી બિરસ્તો નાખી પીસી લો પછી એમાં જ.બધા મસાલા આદું મરચાં લસણ ની પેસ્ટ મીઠું બધું નાખી મિક્સ કરી લો. પછી બધા શાક ઉમેરો..10 મિનિટ મેરીનેટ કરવા રહેવાદો..

  5. 5

    એક કડાઈ મા તેલ અને ઘી મુકો જીરું નાખો. કટ કરેલી ડુંગળી, સિમલા મિરચા, અને આદું મરચાં ની પેસ્ટ તજ કલવિંગ મરી બધું નાખી દો. શાક અને દહીં નું મિશ્રણ નાખી મિક્સ કરો. ગરમ કરવા મુકો તેલ ચૂત પડે એટલે ગેસ બંધ કરી દો

  6. 6

    બીજી જાડા તળિયા વાળી કડાઈ લો.. એમાં તૈયાર કરેલું શાક નું એક લેયર કરો. ઉપર ભાત નું લેયર કરો. ઉપર ફુદીના ના આખા પાન. કેસર વાળું દૂધ 1 ચમચી ઘી તળેલા કાજુ થોડો બિરસ્તો નાખો..

  7. 7

    ઉપર ફરી શાક નું લેયર ભાત નું લેયર ઉપર કાજુ કેસર નું દૂધ બિરસ્તો નાખો.. ગેસ પર લોઢી મૂકી એની પર કડાઈ મૂકી 15 મિનિટ એકદમ ધીમા તાપે થવા દો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

Similar Recipes