ફાફડા (Fafda Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#PS
ફાફડા એવું ફરસાણ છે કે જે બધા જ લોકો ને ભાવતું હોય.અને ગમે ત્યારે ખાય સકાય છે.ફાફડા નું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે.

ફાફડા (Fafda Recipe In Gujarati)

#PS
ફાફડા એવું ફરસાણ છે કે જે બધા જ લોકો ને ભાવતું હોય.અને ગમે ત્યારે ખાય સકાય છે.ફાફડા નું નામ પડતા જ મોંમાં પાણી આવી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧/૨ ચમચીગાઠિયા ના સોડા
  3. ૧/૨ ચમચીમીઠું
  4. પાવડા તેલ
  5. ૧/૪ ચમચીહિંગ
  6. ૧/૨ ચમચીઅજમા
  7. જરૂર મુજબ પાણી
  8. તળવા માટે તેલ
  9. ૧/૨ ચમચીમરી પાઉડર
  10. સર્વ કરવા માટે*
  11. તળેલા મરચા
  12. ડુંગળી
  13. પોપ્યા નો સંભારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ચણા ના લોટ ને ચાળી ને તેમાં અજમા,હિંગ નાખી મિક્સ કરવું.

  2. 2

    એક વાડકા માં તેલ, અને તેલ જેટલું પાણી લઈ ફીની લેવું.પછી તેમાં ગાઠિયા ના સોડા,મીઠું નાખી ૫ મિનિટ સુધી ફીણવું.

  3. 3

    પછી તેને ચણા ના લોટ માં નાખી લોટ બાંધી લેવો.અને લોટ ને ૧ કલાક રેસ્ટ આપવો.

  4. 4

    ગાઠિયા બનાવવા ટીમે લોટ ને ૫ મિનિટ મસળવો.પછી તેનો લુવો લઈ હથેળી થી લાંબુ વની છરી થી ઉખેડી લેવી.

  5. 5

    તેને ગરમ તેલ માં તળી લેવાં આવી રીતે બધા જ ગાઠિયા કરી લેવા.તેને ઉપર થી મરી પાઉડર છાંટવો.

  6. 6

    તેને તળેલા મરચા,ડુંગળી,સંભારો સાથે સર્વ કરવું.તો રેડી છે ફાફડા જેને ગમે તે ટાઈમ ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes