સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.

જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.

આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.

#EB
#Week8
#aloosevroll
#roll
#aloosev
#RC1
#sevroll
#cookpadgujarati
#cookpadindia

સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.

જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.

આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.

#EB
#Week8
#aloosevroll
#roll
#aloosev
#RC1
#sevroll
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. 🏵️રોલ્સ વાળવા માટે:
  2. બાફીને ખમણેલાં બટાકા
  3. ૧/૪ ચમચીહિંગ
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. ૧/૨ ચમચીગરમમસાલો
  6. ૧/૪ ચમચીહળદર
  7. ૧ ચમચીલાલમરચું પાઉડર
  8. ૧/૨ ચમચીશેકેલા જીરાનો પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરું
  10. ૧/૨ ચમચીખમણેલું આદુ
  11. ૨ નંગ ઝીણા સમારેલાં લીલા મરચાં
  12. ૧/૨ કપસમારેલી કોથમીર
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. ૧ ચમચીખાંડ
  15. ૧/૨ ચમચીલીંબુનો રસ
  16. ૧/૪ કપપલાળેલા પૌવા
  17. ૨ ચમચીચોખાનો લોટ
  18. 🏵️સ્લરી માટે:
  19. ૩ ચમચીમેંદો
  20. ૨ ચમચીકોર્નફ્લોર
  21. ૧/૪ કપપાણી
  22. 🏵️રોલને કોટ કરવા માટે:
  23. ૧ કપઘઉંની સેવ
  24. 🏵️તળવા માટે તેલ:

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ખમણેલા બટાકા અને બધીજ સામગ્રીને બરાબર મિક્સ કરીને તેના રોલ્સ વાળી લો. ત્યારબાદ તેને ૧૫ મિનીટ માટે ફ્રિઝમાં મૂકી રાખો.

  2. 2

    હવે, સ્લરીની બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી સ્લરી બનાવી લો.

  3. 3

    ત્યારબાદ તૈયાર રોલ્સને સ્લરીમાં ડુબાડીને સેવમાં રગદોળી લો. હવે, રોલ્સને ગરમ તેલમાં બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મિડીયમ ફ્લેમ પર તળી લો.

  4. 4

    તૈયાર રોલને ટામેટાનો સોસ અથવા મનગમતી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes