રસાદાર મુઠીયા (Rasadar muthia Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#RC1
Yellow recipes
રેઇન્બો ચેલેન્જ
આ વાનગી One-Pot-Meal છે...એની સાથે બીજું કંઈ ન જોઈએ....પારંપરિક વાનગી છે પહેલાના સમયમાં ગરમ નાસ્તાની ફરમાઈશ હોય ત્યારે આ જ વાનગી બનાવવામાં આવતી.દહીં ની ખટાશ સાથે બનતી આ વાનગી એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

રસાદાર મુઠીયા (Rasadar muthia Recipe In Gujarati)

#RC1
Yellow recipes
રેઇન્બો ચેલેન્જ
આ વાનગી One-Pot-Meal છે...એની સાથે બીજું કંઈ ન જોઈએ....પારંપરિક વાનગી છે પહેલાના સમયમાં ગરમ નાસ્તાની ફરમાઈશ હોય ત્યારે આ જ વાનગી બનાવવામાં આવતી.દહીં ની ખટાશ સાથે બનતી આ વાનગી એકદમ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1 કપચણાનો લોટ
  2. 1/2 કપજુવાર અથવા મકાઈનો લોટ
  3. 4 ચમચીઘઉંનો કકરો લોટ
  4. 1 વાટકીરાંધેલા ભાત
  5. 1/2 કપસમારેલી કોથમીર
  6. 3 ચમચીઘી નું કીટુ
  7. 4 ચમચીદહીં
  8. 2 ચમચીઅથાણાં નો મસાલો
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીધાણાજીરું
  11. જરૂર મુજબ મીઠું
  12. રસો અને વઘાર માટે:-
  13. 3 ટે. સ્પૂન તેલ
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચમચીજીરું
  16. 1/2 ચમચીહિંગ
  17. 1 ચમચીહળદર
  18. 1 ચમચીલસણની પેસ્ટ
  19. 2 ચમચીધાણાજીરું
  20. 2ચમચીબલાલ મરચું પાઉડર
  21. 5 કપપાણી
  22. 1 કપખાટું દહીં
  23. જરૂર મુજબ મીઠું
  24. 1 ચમચીચીલી ઓઈલ(તરી)
  25. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દર્શાવેલા બધા લોટ અને રાંધેલા ભાત મિક્સ કરો.તેમાં દહીં...ઘી નું કીટુ... મસાલા...મીઠું...કોથમીર ઉમેરી મુઠીયા જેવો લોટ તૈયાર કરો.

  2. 2

    એક કડાઈમાં વઘારનું તેલ મૂકી રાઈ...જીરું તતડાવો...હિંગ અને હળદર ઉમેરી લસણની પેસ્ટ ઉમેરો.... પાણી વઘારી દો....મસાલા કરો....મીઠું ઉમેરો.

  3. 3

    પાણી ઉકળે ત્યાં સુધી તૈયાર કરેલ ડો માં થી નાની સાઈઝ ના મુઠીયા વડી લો...ઉકળતા પાણીમાં એક એક કરીને મુઠીયા ઉમેરી સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકી ને ચડવા દો...

  4. 4

    મુઠીયાને ચેક કરી લો...ચડી જાય એટલે ખાટું દહીં વલોવી ને ઉમેરો...જરૂર લાગે તો પાણી ઉમેરી શકાય...

  5. 5

    હવે રસેદાર મુઠીયા તૈયાર છે..One-Pot-Meal છે એટલે એકલા જ ખાઈ શકાય....શકાય....ચીલી ઓઈલ અને કોથમીરથી સજાવી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes