બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati)

Sunita Ved
Sunita Ved @cook_25903171
Bhuj

ઘણા વખત પછી આ રેસિપી લખવા માટે પ્રેરાઈ રહી છું,ગઈ કાલે મારા સન નો બર્થડે હતો,તો મે બટાકા સુજી રોલ બનાવ્યા હતા , જેની રેસિપી હું શેર કરું છું,તમે પણ બનાવજો ,ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે,

બટાકા સોજી રોલ (Potato Sooji Roll Recipe In Gujarati)

ઘણા વખત પછી આ રેસિપી લખવા માટે પ્રેરાઈ રહી છું,ગઈ કાલે મારા સન નો બર્થડે હતો,તો મે બટાકા સુજી રોલ બનાવ્યા હતા , જેની રેસિપી હું શેર કરું છું,તમે પણ બનાવજો ,ખૂબ ટેસ્ટી અને હેલ્ધી છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૩૫ મિનિટ
૪ લોકો
  1. મીડિયમ બટાકા
  2. ૧/૨કેપ્સીકમ
  3. મીડિયમ ડુંગળી
  4. લીલું મરચું
  5. મોટી વાટકી સુજી
  6. ૧ વાટકીદહીં
  7. જરૂર મુજબ પાણી
  8. સ્વાદાનુસાર મીઠું
  9. ૧/૨ ટીસ્પૂનમીઠી સોડા
  10. ૧/૨ ટીસ્પૂનહળદર
  11. ૩ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  12. ૨ ટીસ્પૂનરાઈ
  13. ૧/૨ ટીસ્પૂનજીરુ
  14. ૨ ટેબલસ્પૂનતેલ
  15. ૧ ટીસ્પૂનતલ
  16. ચપટીહિંગ
  17. ટમેટું

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૩૫ મિનિટ
  1. 1

    સુજી અને દહીં,મીઠી સોડા,મીઠું અને પાણી લો,

  2. 2

    ઉપરની બધી સામગ્રી લઇ ને થોડું જાડું ખીરું તૈયાર કરી ૧૦ મિનિટ માટે ઢાકીને રાખો,હવે બટાકા ને મેશ કરી લેવા,એક પેન માં તેલ ગરમ કરવા મૂકવું, તેમાં રાઈ નાખો,રાઈ તતડે એટલે જીરું નાખી સમારેલી ડુંગળી નાખવી,ડુંગળી સતડાઈ જાય એટલે તેમાં સમારેલા લીલાં મરચાં, કેપ્સીકમ અને ૧ સમારેલું ટમેટું ઉમેરવું,હવે તેમાં મેશ કરેલા બટાકા ઉમેરવા,

  3. 3

    હવે તેમાં,હળદર,લાલ મરચું પાઉડર,મીઠું,હિંગ નાખી હલાવવું,ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય પણ ન નાખો તો પણ ટેસ્ટી લાગે છે,હવે તેને લાંબા શેપ માં ગોળા વડી લેવા,

  4. 4

    ગ્લાસ લઇ તેને તેલ થી ગ્રીસ કરવા,હવે અડધા ગ્લાસ થી થોડું ઓછું ભરાય ત્યાં સુધી ખીરું રેડી વચ્ચે બટેટાના પૂરણ માંથી બનાવેલા ગોળા ને ગોઠવી ઉપર ફરી ખીરું રેડવું,

  5. 5

    કુકર ના તળિયે ૧.૫ ગ્લાસ પાણી નાખી સ્ટેન્ડ ગોઠવી તેના પર ગ્લાસ ગોઠવી કુકર ની રબર કાઢી ને ઢાંકણ ઢાંકવું,૧૫ મિનિટ પછી બહાર કાઢવું,

  6. 6

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નાખો અને તે પછી તેમાં તલ નાખી હળદર,લાલ મરચું પાઉડર, નાખી અને રોલ ને તેમાં રગદોડવા

  7. 7

    હવે નીચે બતાવ્યા પ્રમાણે તેના પીસ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Ved
Sunita Ved @cook_25903171
પર
Bhuj
મને અવનવી રશોઇ બનાવવાનો શોખ છે ,જે મારો આ શોખ હું કૂકપેડ એપ દ્વારા પૂરો કરું છું,અને તેના માધ્યમ થી મને શીખવા પણ મળે છે,ખૂબ આનંદ આવે છે,મરી રેસિપી શેર કરવા માં,હું cookped ની આભારી છું.
વધુ વાંચો

Similar Recipes