જુવાર નો રોટલો કંકોડા નું શાક (Jowar Rotla Kantola Shak Recipe In Gujarati)

Rinku Patel
Rinku Patel @Rup9145
India

#RC2 #EB ,હેલધી,સુપચ્ય , ગલુટન ફી જુવાર નો રોટલો ને કંકોડા નું શાક.....વરસો થી ઘર મા બનતી દેશી વાનગી

જુવાર નો રોટલો કંકોડા નું શાક (Jowar Rotla Kantola Shak Recipe In Gujarati)

#RC2 #EB ,હેલધી,સુપચ્ય , ગલુટન ફી જુવાર નો રોટલો ને કંકોડા નું શાક.....વરસો થી ઘર મા બનતી દેશી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨/૩
  1. કપ- જુવાર નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. ૨૫૦ ગ્રામ - લાંબા સમારેલા કંકોડા
  4. ૧ નંગ- કાંદો
  5. ચમચી- લીલો મસાલો(આદુ,લસણ,મરચા,ધાણા ની પેસ્ટ)
  6. ૧ ચમચી- ધાણાજીરુ
  7. ૧/૪ચમચી- હલદી
  8. મીઠું જરૂર મુજબ
  9. ચમચો- તેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    રોટલા માટે તવી ગરમ કરવા મુકવી.એક સમયે એક રોટલો બંને એટલો જુવાર નો લોટ કથરોટ મા લઇ થોડું થોડું પાણી ઉમેરતા જઇ લેટ મસળવો.

  2. 2

    ૧-૨ મિનીટ મસળી લીધા બાદ લોટ સુંવાળો બની જાય એટલે પાટલી પર પ્લાસ્ટિક પાથરી રોટલો હથેળી ની મદદ થી ટીપી લેવો.

  3. 3

    ગેસ હાઇ ફ્લેમ પર રાખી સાચવીને તવી પર રોટલો પાથરી દેવો.૧ મિનીટ પછી રોટલા ને પલટાની લેવો.ગેસ ની ફ્લેમ ધીમી કરવી.

  4. 4

    ૧ મિનીટ પછી રોટલા ને ઉઠાવી બરાબર ચડી ગયો કે નહી એ ચેક કરી લેવું.ચડી ગયા બાદ ફરી એકવાર રોટલા ને પલટાની લેવો.ગેસ ની ફ્લેમ હાઇ રાખીને રોટલો ફુલીને દડા જેવો થાય એટલે તવી પરથી ઉતારી લેવો.

  5. 5

    આ રીતે બધા રોટલા તૈૈયાર કરી લેવા.

  6. 6

    હવે શાક બનાવવા માટે કડાઇ મા તેલ મુકી કાંદાની સલાઇસ કરી ગુલાબી થાય ત્યાં સુધી હલાવવા.

  7. 7

    મસાલા અ ને મીઠું ઉમેરી લેવા.કંકોડા ઉમેરી ધીમી ફ્લેમ પર શાક સીજવા દેવું.થોડી થોડી વારે હલાવતા રહેવું.૮/૧૦ મિનીટ મા કંકોડા ચડી જશે ને શાક રેડી થઉજશે.

  8. 8

    ગરમાગરમ.ટેસટી,હેલધી મોસમી વાનગી નો આ નંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rinku Patel
Rinku Patel @Rup9145
પર
India
Keep smiling always😊
વધુ વાંચો

Similar Recipes