ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

ચોળાફળી ની ચટણી (Chorafali Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાડકીચણાનો લોટ
  2. ૫૦ ગ્રામ ફુદીનો
  3. ૪-૫ નંગ વાટેલા લીલા મરચા
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ચપટીહળદર
  6. ચપટીહિંગ
  7. ૨-૩ ગ્લાસ પાણી
  8. ચપટીલીંબુ ના ફૂલ
  9. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુદીનાને સાફ કરી તેના પાનને ધોઈ લો. મિક્ષર ના બાઉલમાં લીંબુના ફૂલ સિવાય ની બધી સામગ્રી થોડું પાણી ઉમેરી વાટી લો.

  2. 2

    કડાઈમાં આ પેસ્ટ નાખી પાણી ઉમેરી તેને સતત હલાવતા રહો. ધીમે ધીમે ચટણી ધટૃ થાય તો થોડું પાણી ઉમેરી તેને પતળી કરો. તેને પાંચથી દસ મિનિટ સુધી થવા દો.

  3. 3

    ચટણી તૈયાર થઇ જાય એટલે છેલ્લે તેમાં લીંબુના ફૂલ અને કોથમીર ઉમેરી ગેસ બંધ કરી બે મિનીટ હલાવી દો જેથી લીંબુના ફૂલ ચટણીમાં મિક્સ થઈ જાય. તૈયાર છે ચોરાફળી સાથે ખાવાની ચોળાફળી ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes