ઓનિયન રાઇસ પકોડા (Onion Rice Pakoda Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ભાત
  2. 1 વાટકો ચણાનો લોટ
  3. 3 નંગનાની ડુંગળી
  4. 1બટેટું
  5. 8કળી લસણ
  6. 1લીલું મરચું
  7. આદુ
  8. 1/4 ચમચીમરી પાઉડર
  9. સ્વાદ પ્રમાણેમીઠું
  10. 1/4 ચમચીખાવાનો સોડા
  11. તળવા માટે તેલ
  12. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા ભાત અને ચણાનો લોટ લો. ત્યાર પછી ડુંગળી અને બટાકા ને ઝીણા સમારી લો. તેમજ આદુ-લસણની પેસ્ટ અને મરચા ની કટકી કરી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ભાત ડુંગળી અને બટાકા લો. પછી તેમાં આદુ-લસણની પેસ્ટ મરચા ની કટકી, સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાઉડર અને કોથમીર ઉમેરો.

  3. 3

    હવે તેમાં ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો.(મિશ્રણને પાતળુ કરવા નું નથી)હવે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરો અને ઉપરથી બે ચમચી ગરમ તેલ નાંખી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી પકોડાને મીડીયમ તાપે ફ્રાય કરી લો. હવે પકોડા બ્રાઉન થઈ જાય પછી પ્લેટમાં કાઢી લો.

  5. 5

    તૈયાર છે ઓનિયન રાઇસ પકોડા હવે તેને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes