સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai

#RC2
White recipe
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે

સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

#RC2
White recipe
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
બે લોકો માટે
  1. 1/2 કિલો પલાળેલા સાબુદાણા
  2. 2બાફેલા બટાકા બારીક સમારેલા
  3. 1 વાટકીશેકેલા સિંગદાણાનો ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૪ - ૫ લીમડાના પાન
  6. ૩ ચમચીતેલ
  7. 1/4 ચમચી હિંગ
  8. 1/2 ચમચી જીરૂ
  9. 1 ચમચીલીંબુનો રસ
  10. 1/2 ચમચી સાકર
  11. સ્વાદ મુજબ મીઠું
  12. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને પાંચથી છ કલાક માટે પલાળી રાખો

  2. 2

    ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી તેમાં હિંગ જીરૂ આદુ મરચાની પેસ્ટ બે મિનિટ માટે સાંતળો ત્યાર બાદ તેમાં બટાકા ઉમેરો

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું લીંબુનો રસ સાકર નાખી બરાબર મિક્સ કરો ત્યારબાદ તેમાં સાબુદાણા ઉમેરી ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે બરાબર હલાવી લો

  4. 4

    તો હવે આવી ટેસ્ટી ગરમાગરમ સાબુદાણાની ખીચડી તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી બારીક સમારેલી કોથમીરથી ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes