ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)

આજે 15 મી ઓગસ્ટ આપણો આઝાદી નો દિવસ ..
આજે મેં રાષ્ટ્રધ્વજ ના કલર નાં ઢોકળા બનાવ્યા.. લીલાં કલર માટે પાલક, કેસરી રંગ માટે ગાજર નો ઉપયોગ કર્યો છે.કલર સાથે ડીશ ને હેલ્થ માટે પણ બેસ્ટ બનાવી છે..
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
આજે 15 મી ઓગસ્ટ આપણો આઝાદી નો દિવસ ..
આજે મેં રાષ્ટ્રધ્વજ ના કલર નાં ઢોકળા બનાવ્યા.. લીલાં કલર માટે પાલક, કેસરી રંગ માટે ગાજર નો ઉપયોગ કર્યો છે.કલર સાથે ડીશ ને હેલ્થ માટે પણ બેસ્ટ બનાવી છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા નો લોટ દહીં અને સાધારણ ગરમ પાણી ઉમેરી ને પલાળી રાખો..આથો આવવા માટે સાત કલાક સુધી ઢાંકીને મુકી રાખો..
- 2
હવે એને ત્રણ ભાગમાં વહેંચી દેવું એક માં પાલક ની પેસ્ટ ઉમેરવી અને એક ભાગ માં ગાજર ની પેસ્ટ ઉમેરવી.. બધા ભાગ માં મીઠું અને ખાવાનો સોડા નાખી ને તેલ નાખી ને બરાબર ફેંટો અને ઢોકળા નું સ્ટેન્ડ ગેસ પર ગરમ કરવા મૂકો..
- 3
હવે એક તપેલીમાં તેલ લગાવી દો અને પહેલા કેસરી રંગ નું ખીરું પાથરી દો અને ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે રહેવા દો.. હવે સફેદ ખીરૂ પાથરી પાંચ મિનિટ એ ઢાંકણ ઢાંકી દો અને પછી તેની ઉપર લીલું ખીરૂ પાથરી દો.. હવે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો..
- 4
હવે વરાળ નીકળી જાય એટલે તેમાં કાપા પાડી લેવા અને બહાર કાઢી ને એક ડીશ માં કાઢી લો
- 5
એક કડાઈમાં તેલ ગરમ કરો અને રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં હિંગ નાખી રેડી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રિરંગી ઢોકળા (Trirangi Dhokla Recipe In Gujarati)
#TR : ત્રિરંગી ઢોકળા૧૫ મી ઓગસ્ટ ની થીમ ઉપર મે ત્રિરંગી ઢોકળા બનાવ્યા. અમારા ઘરમાં બધાને ઢોકળા ખૂબ જ ભાવે છે તો આજે મેં ઈડલીના ખીરામાંથી ઇન્ડિયાના ફ્લેગ ના કલર ના ત્રીરંગી ઢોકળા બનાવ્યા . Sonal Modha -
ત્રિરંગી રાઈસ (Tricolor Rice Recipe In Gujarati)
#TR આઝાદી નાં અમૂલ્ય અમૃત મહોત્સવ માટે પાલક,ટામેટાં અને ગાજર નો ઉપયોગ કરીને બીજા મસાલા સાથે રાઈસ બનાવ્યાં છે. Bina Mithani -
પાલકના ઢોકળા (Palak Na Dhokla Recipe In Gujarati)
#GA4#Week2આ ઢોકળા માં પાલક નો વધારે ઉપયોગ છે. આ ઢોકળા પોષ્ટીક તત્વો થી ભરપુર બાળકોને ટિફિનમાં આપી શકાય છે. હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે Ekta kumbhani -
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#ટ્રેડિંગઢોકળા એ ગુજરાતી ની ફેમસ ડીશ છે.ગુજરાતી લોકોને ઘરે ઢોકળા અવાર નવાર બનતા જ હોય છે.ઢોકળા ઘણી અલગ અલગ રીત થી બંને છે જેમાં આપને આજે ખાટ્ટા ઢોકળા બનાવ્યા છે. તેમાં પાલક નો ઉપયોગ કરી વધારે હેલ્ધી બનાવ્યા છે. Namrata sumit -
ત્રિરંગી રવા વફલ્સ (Tricolour Rava Waffles Recipe In Gujarati)
#RDS#cookpadgujarati#cookpad રિપબ્લિક ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે ત્રિરંગી રવા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ બનાવવા માટે તેને કલર આપવા માટે મેં ગાજર, પાલક અને ડુંગળીનો ઉપયોગ કર્યો છે. ત્રિરંગી કલરમાં દેખાતા આ વફલ્સ કલરની સાથે સાથે સ્વાદમાં પણ ખૂબ જ સરસ બન્યા છે. Asmita Rupani -
તિરંગી ઢોકળા પોપસ્ટીક (Tirangi Dhokla recipe in Gujarati)
#ff1#nonfriedjainrecipe#cookpadgujarati મેં આજે 15 ઓગસ્ટના દિવસે તિરંગી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા મેં રવા માંથી બનાવ્યા છે. ઢોકળાને ગ્રીન અને ઓરેંજ કલર આપવા માટે પાલક અને ગાજર ની પ્યુરીનો ઉપયોગ કર્યો છે. આ તિરંગી ઢોકળાને થોડો નવો લુક આપવા માટે મેં તેને સ્ટીકમાં ભરાવી સર્વ કર્યા છે. બાળકોને તો આ તિરંગી ઢોકળા જોતા જ ગમી જાય તેવા બન્યા છે. ગાજર, લીલા મરચા અને પાલકને લીધે આ ઢોકળા નો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Asmita Rupani -
તિરંગી ઢોકળા (Tirangi Dhokla Recipe in Gujarati)
#IndependenceDay2020#specialday_Recipe આ ઢોકળા મે ત્રણ રંગ મા બનાવ્યા છે. જે આપના તિરંગા ઝંડા ના રંગ છે. આ ઢોકળા એકદમ રુ સમાન નરમ ને જાલીદાર બનયા છે. મે આમા કોઈ કૃત્રિમ કલર નો ઉપયોગ નથી કર્યો. મે આમા પ્રાકૃતિક સબજી માથી જ રંગ ના ઉપયોગ કર્યો છે. Daxa Parmar -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપીઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે.... Sunita Vaghela -
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
ત્રિરંગી ઢોકળાં(Tricolor dhokla recipe in Gujarati)
#વેસ્ટહમણાં સ્વતંત્ર દિવસ આવી રહ્યો છે એટલે મેગુજરાત અને મહારાષ્ટ્ર ના ફેમસ ઢોકળા ને આપણા રાષ્ટ્રીય ધ્વજ ના કલર આપી નવુ રુપ આપ્યુ છે. નેચરલ વસ્તુઓ થી કલર આપ્યો છે. Avani Suba -
ત્રિરંગી ઈડલી (Trirangi Idli Recipe In Gujarati)
#EB આજે હું કૂકપેડ પરીવાર ના તમામ સભ્યો ને સ્વતંત્રતા દિવસ ની શુભેચ્છા પાઠવી રહી છું, જય હિન્દ.□આજે મેં ટામેટાં,ગાજર,પાલક,કોથમીર, મરચાં, આદુ,નો ઉપયોગ કરી ત્રિરંગી ઈડલી બનાવી છે. જે એકદમ પોચી,ટેસ્ટી અને હેલ્થી અને દેખાવ માં એકદમ આકર્ષક બનશે. Krishna Dholakia -
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#cooksnep...આજે મે નયના નાયક જી ની રેસીપી જોઈ અને ગુજરાતી ઓના ફેવરિટ ખા ટા ઢોકળા બનાવ્યા છે...જે ખુબજ સરસ બન્યા છે...tnx..🙂 Tejal Rathod Vaja -
પનીર પાલક ઢોકળા ફ્લેન
#. V/N ગુજરાતી ઓ નાં ફેવરિટ એટલે ઢોકળા પણ આજની જનરેશન કદાચ નામ સાંભળતા જ મોઢું બગાડે એટલે આ રીતે બનાવીને ઢોકળા તો આજે પણ અમારા ફેમિલી નાં ફેવરિટ જ છે Vibha Desai -
રાગીના ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#Dhokla#Cookpadgujarati રાગી કે નાચલી (finger millet) એક પ્રકારનું હાઇ ડાયેટરી ફાઇબર ગ્રેઇન છે. તેનો સૌથી મોટો ફાયદાકારક ગુણ એ છે કે એ ગ્લુટેન ફ્રી છે. અને હાઇ ગ્લુટેનવાળો ખોરાક વજન અને બ્લડસુગર વધારે છે. તો બેસ્ટ ડાયટ ફૂડમાં જુવાર સાથે રાગીથી બનતો ખોરાક ગણી શકાય. ચોખા જનરલી ખાંડ લેવલ ને વજન વધારે છે. તો રોજિંદા આહારમાં ચોખા ઓછા કરી રાગીનો ઉપયોગ ડાયાબીટીક અને વધારે વજનવાળા લોકો માટે ખૂબ સારો છે. આ એકદમ હેલ્ધી રાગી ના ઢોકળા બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ આવા ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી, તો મજા પડી જાય.. Daxa Parmar -
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે. Dhaval Chauhan -
-
-
લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
ઘરમાં હાંડવા ઢોકળા નો લોટ તૈયાર હોયતો ગમે ત્યારે આપણે ઢોકળા બનાવી શકાય છે Pinal Patel -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3 #week3 આજે મેં આપણા ગુજરાતી ઓ ના મનપસંદ એવા ખમણ ઢોકળા બનાવ્યા છે. charmi jobanputra -
ઢોકળા સાથે કેરીનો રસ
#કાંદાલસણઅમારા સાઉથ ગુજરાતીઓ ના ઘર માં તમને ૩૬૫ દિવસ કેરી નો રસ મળે.કેરી સીઝન પછી તમે એમનું ફ્રીઝર જોવને તો કેરીના રસ થી જ ભરેલું જોવા મળે.હવે ગરમી ચાલુ થાય ગઈ તો મને પણ થયું લાવ કેરી ના રસ સાથે ઢોકળા બનાવીએ. Shreya Desai -
ફોતરાવાળી મગની દાળ ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
માર્બલ ઢોકળા (Marble Dhokla Recipe In Gujarati)
#GA4#week2#પાલક#post1#ટ્રેડિંગ#post1#ઢોકળા 💐🍽ફયુઝન માબૅલ ઢોકળા🌿🍀 આજે મે ગોલ્ડન એપ્રોન 4 માટે ફયઝનઢોકળા પાલક અને બીટ ના મિશ્રણ થી બનાવેલા છે........બાળકોની ફેવરીટ માબૅલ કેક😀😀અને આપણા લોકો માટે ઢોકળા😁😄તમે પણ ટ્રાય કરજો........👌 bijal muniwala -
રેનબો ઢોકળા
સવારમાં ગરમ ઢોકળા બહુંં ભાવે.તેથી પાલક,ટમેટો પ્યુરી નાંખી રેનબો ઢોકળા બનાવ્યા.#બ્રેકફાસ્ટ Rajni Sanghavi -
ત્રિરંગી ઇડદા (Trirangi Idada Recipe In Gujarati)
આજે હું શેર કરીશ સાઉથ ગુજરાત માં બનતી ઢોકળા ની રેસિપી પણ થોડુ ફયુઝન સાથે બનાવી છે... Monal Mohit Vashi -
ડોનટ ઢોકળા(donut dhokal in. GUJARATI)
બાળકો ને હેલ્ધી ખોરાક આપવા માટે કોઈ નવી રીત અજમાવી એ તો બાળકો ્્ હોંશ થી ખાશે.તેથી પાલક અને બીકથી ડોનટ ઢોકળા બનાવવા ની કોશિશ કરી.#વિકમિલ૩#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (12)