ઢોકળા (Dhokla Recipe in Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#asahikaseiindia
એકદમ પૌષ્ટિક , જોતા જ ખાવાનું મન થાય જાય તેવા દાળ ચોખાના ઢોકળા, ધાણા ની ચટણી સાથે સરસ લાગે છે

ઢોકળા (Dhokla Recipe in Gujarati)

#asahikaseiindia
એકદમ પૌષ્ટિક , જોતા જ ખાવાનું મન થાય જાય તેવા દાળ ચોખાના ઢોકળા, ધાણા ની ચટણી સાથે સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યકિત માટે
  1. ઢોકળા માટે ૧/૨ કપ ચોખા
  2. ૧/૨ કપમોગર દાળ
  3. ૧/૨ કપચણા ની દાળ
  4. ૧/૨ કપઅડદ ની દાળ
  5. ૨ ટીસ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  6. ૧ કપખાટું દહીં
  7. ૨ ટીસ્પૂનમીઠું
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. લસણ ની ચટણી માટે
  10. કળી લસણ
  11. ૧+૧કાશ્મીરી, તીખુ મરચું
  12. ૧/૨ ટીસ્પૂનજીરું
  13. ૧/૨ ટીસ્પૂનમીઠું
  14. ધાણા ની ચટણી માટે
  15. ૧ કપધાણા
  16. ૧ ટીસ્પૂનમીઠું
  17. ૧ ટીસ્પૂનખાંડ
  18. ૧/૨ ટીસ્પૂનલીંબૂ નો રસ
  19. ટિસપુન ગાંઠીયા
  20. ઈચઆદુ નો ટુકડો
  21. ૧ ટીસ્પૂનશીંગદાણા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સોથી પહેલાં દાળ, ચોખા ને પાંચ કલાક પલાળી રાખો.પછી દહીં, હળદર, આદુ મરચા સાથે મિક્સ કરી મિક્સરમાં વાટી લો

  2. 2

    વાટી લીધા પછી ૫ થી૬ કલાક સુધી રહેવા દો.. મીઠું ઉમેરી આથો આવવા દો

  3. 3

    ત્યારબાદ ઢોકળીયા મા પાણી ગરમ કરવા મૂકો, થાળી પણ ગરમ કરી લો. ખીરા ના ત્રણ ભાગ કરી લો દરેક થાળી મુક્તી વખતે ૧ ઈનો પેકેટને ઉમેરો

  4. 4

    ઢોકળા ને વીસેક મિનિટ સુધી ચઢવા દો,ઉપર તલ, લાલ મરચું પાઉડર ભભરાવી દો

  5. 5

    ત્યારબાદ ઘાણા ધોઈ તેમાં મીઠું, મરચાં, મોરસ, જીરુ, ગાંઠિયા, લીંબુનો રસ,, શીંગદાણા ઉમેરીને થોડાં પાણી સાથે પીસી લો

  6. 6

    લસણની ચટણી માટે ખાઈણીમા લસણ, મરચું, જીરુ, મીઠું વાટી લો.થોડુ પાણી ઉમેરીને ઢીલી ચટણી બનાવો

  7. 7

    ગરમ ગરમ લાઈવ ઢોકળા લીલી ચટણી, લસણ ની ચટણી સાથે, તેલ વગર પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes