સાબૂદાણા મખાણા ખીર (Sabudana Makhana Kheer Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_28299630

સાબૂદાણા મખાણા ખીર (Sabudana Makhana Kheer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1/2 કપસાબૂદાણા
  2. 1 કપમખાણા
  3. 500 ગ્રામદૂધ
  4. 1/4 કપકાજુ, બદામ, પિસ્તાં, કિશમિશ
  5. 1/2 ટી. સ્પૂન ઈલાયચી પાઉડર
  6. 2 ટે. સ્પૂન ખાંડ
  7. 1/4 કપમિલ્કમેડ
  8. ચપટીજાયફળ પાઉડર
  9. 2 ટે. સ્પૂન ઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબૂદાણા ને ધોઈને 4-6 કલાક પલાળી રાખવાં, જેથી ટે સરસ ફૂલીને નરમ થાય. પછી તેને ચારણી માં નિતારી લેવાં.

  2. 2

    દૂધ ને ગરમ કરવું. મખાણા ને ડ્રાય રોસ્ટ કરી લેવાં. હવે એક વાસણ માં ઘી નાંખી, ગરમ કરવું. તેમાં ડ્રાયફ્રૂટ્સ ને હલકા ફ્રાય કરી લેવાં.

  3. 3

    હવે ગરમ કરેલાં દૂધ માં પલાળેલાં સાબૂદાણા અને મખાણા નાંખી, કૂક થવા દેવું. સાબૂદાણા નરમ અને પારદર્શી બને ત્યાં સુધી દૂધ માં પકાવવું. હવે તેમાં ખાંડ નાંખી, હલાવવું. દૂધ થોડું બળે એટલે કે ઓછું થાય, પછી તેમાં મિલ્કમેડ નાંખી બરાબર હલાવીને 5-7 મિનિટ થવા દેવું. હવે ઈલાયચી પાઉડર નાંખવો. દૂધ ગાઢું બને એટલે ગેસ બંધ કરીને, ગેસ થી નીચે ઉતારી લેવું. જાયફળ પાઉડર એડ કરવો. ઠંડુ થવા દેવું.ઉપરથી ફ્રાય કરેલાં ડ્રાયફ્રૂટ્સ થી ગાર્નિશ કરવું. ઠંડુ થતા થોડું વધારે ઘાટું બનશે. ખાવા માં મઝા આવશે.

  4. 4

    તો તૈયાર છે, ઉપવાસ માં ખવાય એવી હેલ્થી "સાબૂદાણા - મખાણા ખીર"
    *********************

  5. 5

    ઉપવાસ માં ખાઓ અને બધા ને ખવડાવો ખુબજ સ્વાદિષ્ટ અને યમ્મી બની છે 😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_28299630
પર
Cooking is my passion ❤️ I love Cooking 💕💕💕
વધુ વાંચો

Similar Recipes