રીંગણાં નો ઓળો

Hiral
Hiral @hir252704

રીંગણાં નો ઓળો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 500 ગ્રામઓળા ના રીંગણાં
  2. 200 ગ્રામલીલી ડુંગળી
  3. 2મોટા ટામેટા
  4. 2 ચમચીઆદુ,મરચા,લસણ,કોથમીર,જીરું ની ખાંડી ને તૈયાર કરેલ પેસ્ટ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીધાણાજીરું
  7. 1/2 ચમચીહળદર પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. કોથમીર
  10. વઘાર માટે
  11. 2 મોટા ચમચાતેલ
  12. 1 નંગતજ
  13. 1 નંગલવીંગ,
  14. 1 નંગબાદિયાં
  15. 1/2 ચમચીજીરું
  16. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ઓળા ના રીંગણાં તેલ લગાવી ને ગેસ પર કે ભઠ્ઠા માં સેકવા

  2. 2

    ત્યાર બાદ તેને ફોલી ને મેશ કરી તેમાં થોડું મીઠું નાખી દેવું જેથી રીંગણાં કાળા ના થાય કે કડવા ના થાય

  3. 3

    હવે 1 કડાઈ માં તેલ ગરમ થાય એટલે તજ,લવિંગ, બાદીયા નાખી જીરું હિંગ નાખવા

  4. 4

    હવે તેમાં લીલી ડુંગળી સમારેલી નાખી ચડવા દેવું ત્યારબાદ ટામેટા ક્રશ કરેલ અને લસણ,આદુ,મરચા ની તૈયાર કરેલ પેસ્ટ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું

  5. 5

    લાલ મરચું,ધાણાજીરું,હળદર,મીઠું પણી માં પલાળેલું નાખવું

  6. 6

    તેલ છૂટું પડે એટલે તજ,લવીંગ, બાદિયા કાઢી લેવા.ત્યારબાદ તેલ છૂટું પડે ત્યા સુધી થવા દેવું

  7. 7

    હવે તેમાં સેકેલાં રીંગણાં ઉમેરો અને ચડવા દયો.

  8. 8

    ઓળા માં થી તેલ છૂટું પડે પછી તેને લીલી ડુંગળી ના સમારેલા પાન અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral
Hiral @hir252704
પર
A recipe has no soul. You as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes