લીલા નાળીયેરની પેટીસ (Lila Nariyal Pattice Recipe In Gujarati)

Bindi Vora Majmudar
Bindi Vora Majmudar @Bgv8686
શેર કરો

ઘટકો

૩૦ - ૪૦ મીનીટ
  1. ૪ નંગબાફેલા બટાકા
  2. તપકીર જરુર મુજબ
  3. ૩ ચમચીનાળિયેર ખમણેલુ
  4. ૧ (૧/૨ ચમચી)સીંગદાણાનો ભૂકો
  5. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. લીંબુ નો રસ
  7. મીઠું ટેસ્ટ મુજબ
  8. ખાંડ ટેસ્ટ મુજબ
  9. ૧ ચમચીબારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ - ૪૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેટાનો માવો લઈ તેમાં મીઠુ નાખી જરુર મુજબ તપકીર નાખી સરસ મીકસ કરી લો.

  2. 2

    સ્ટફીંગ માટે એક બાઉલમાં નાળીયેરનું છીણ, સીંગનો ભૂકો, આદુ મરચાની પેસ્ટ,ખાંડ, મીઠુ, લીંબુનો રસ નાખી સરસ મીકસ કરી દો. છેલ્લે તેમાં કોથમીર નાખી મીકસ કરી સ્ટફીંગ તૈયાર કરી લો.

  3. 3

    હવે બટેટાના માવામાંથી લુઓ લઈ તેને થેપી તેમાં સ્ટફીંગ મૂકી બંધ કરી પેટીસ બનાવી લો.

  4. 4

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ થઈ જાય એટલે તેમાં પેટીસને સરસ આછી ગુલાબી તળી લો. તો તૈયાર છે લીલા નાળીયેરની પેટીસ. તેને તળેલા મરચા, ચટણી કે કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindi Vora Majmudar
પર

Similar Recipes