પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA

ખૂબ જ જલદી અને ફટાફટ બની જાય છે.

પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

ખૂબ જ જલદી અને ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચોખા ના પૌવા
  2. 2 નંગબટાકા
  3. 2 નંગડુંગળી
  4. નાનો ટુકડો ખમણેલું આદુ
  5. 1ટમેટું
  6. 1લીંબુ
  7. ૨ ચમચીખાંડ
  8. 1 ચમચીહળદર
  9. 2 ચમચીચટણી
  10. ૨ નંગલીલા મરચા
  11. થોડી કોથમીર
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ૧ ચમચીરાઈ જીરુ
  14. આઠ-દસ મીઠા લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકાને સારી રીતે ધોઈ છોલી અને નાના ટુકડા કરવા. ડુંગળીને પણ નાના ટુકડામાં સમારી લેવી. કડાઈમાં તેલ મૂકી તેલ સારી રીતે ગરમ થઇ ગયા પછી તેમાં રાઈ જીરું ઉમેરવું. પછી મીઠા લીમડાના પાન, સૂકું મરચું, હિંગ અને હળદર નાખીને ડુંગળી બટાકા નો વઘાર કરવો. મીઠું નાખી અને તેને ઢાંકીને રાખવું.

  2. 2

    ત્યારબાદ પૌંવાને ચાળણીમાં ચાળી અને સારી રીતે સાફ કરી અને તેમાં થોડું પાણી નાખી તેને ધોઈ અને નીતરવા મૂકી દેવા. ડુંગળી બટાકા ચડી ગયા પછી તેમાં બધો મસાલો નાખી અને સારી રીતે નીતરી ગયેલા પૌવા તેમાં નાખી. અને હળવા હાથે હલાવવું બધું સારી રીતે મિક્સ થઇ ગયા બાદ ઢાંકી અને એકાદ મિનિટ જેવું રહેવા દેવું પછી તેમાં બારીક સમારેલા લીલા મરચાં અને કોથમીર સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Viroja
Bhakti Viroja @BHAKTIVIOROJA
પર

Similar Recipes